Abtak Media Google News

છેતરપીંડી કરનાર ભૂવા સામે ગુન્હો દાખલ: જાથનો ૧૧૦૦ મો સફળ પર્દાફાશ

ગોમતીપુર વિસ્તારમાં મુસા હુસેનની ચાલીમાં છેલ્લા ૧૦ વર્ષથી દોરા ધાગા, મંત્ર તંત્ર ઉતાર કરવો, વિધિ- વિધાનના નામે આર્થિક છેતરપીડી અને સંતાન પ્રાપ્તિનો દાવો કરનાર જોગણીમાનો ભુવો દશરથમામા ઉર્ફે દશરથ વરધાજી પરમારને ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ગોમતીપુર પોલીસ સ્ટેશનની મદદથી એક હજાર એકસોમો સફળ પર્દાફાશ કર્યો હતો. મહિલા સાથે છેતરપીંડી કરી હોય પોલીસે ગુન્હો દાખલ કરી ભુવાની ધરપકડ કરી પુછતાછ કરી રહી છે.

બનાવની વિગત પ્રમાણે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મુસા હુસેનની ચાલીમાં ૧૦ વર્ષથી ધરમાં જોગણી માતાજીનું સ્થાનક બનાવી લોકોના દુ:ખ દર્દ સંતાન પ્રાપ્તિ કરાવવી, ઉતાર કરવો, દોરા-ધાગા કરી માનતા રખાવી રવિવાર- મંગળવાર ભરવા અને વિધિ- વિધાનના નામે ભુવો દશરથ લોકો પાસે આર્થિક લાભ મેળવતો હતો. લોકોના પ્રશ્ર્ન મુજબ ‚પીયા ૫૦૦ થી માંડીને ૫૧,૦૦૦ ચાર્જ વસુલતો હતો. રવિવાર-મંગળવારે આશરે ૩૦૦ થી ૪૦૦ દુ:ખી લોકો જોવડાવવા આવતા હતા. માતાજીના મઢ પાસે પરીવારના સદસ્યો શ્રીફળ, અગરબત્તી ચૂંદડી લીંબુ ફૂલના હારનું વેચાણ કરતા હતા તેમાંથી પણ તગડી કમાણી અને શ્રઘ્ધાળુઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. સુરત, વડોદરા, પાટણ, ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર જીલામાંથી દુ:ખી લોકો જોવડાવવા ભુવા પાસે આવતા હતા. ભુવાની પધરામણી માટે શ્રઘ્ધાળુઓ બોલી બોલતા હતા. ખાસ કરી નિ:સંતાન મહીલાઓ વધુ આવતી હતી તેને સૌ પ્રથમ બોલાવતો હતો. વ્યકિત દીઠ જોવડાવવા માટે ‚ા ૨૦ વીસ આપે ત્યારે ક્રમાંકનું ટોકન આપવામાં આવતું હતું. ટોકન માટે પડાપડી કરવામાં આવતી હતી. દુ:ખી લોકો સવારથી જ આવી જતા હતા. ભુવા દશરથના જોવાના કામના પ્રચાર માટે ઘરના સભ્યો ઉપરાંત એક શીખ અને શ્રીમંત ફાલ્ગુનીનામની મહીલા રાખી હતી. ફાલ્ગુની જોવડાવવા આવે તેને વારંવાર સલાહ-સુચન કરે છે તેવી હકિકત આપવામાં આવી હતી. ભુવાનો રાજકીય ધરોબો ઘ્યાનમાં મુકવામાં આવ્યો હતો.જાથાના કાર્યાલયે તથા ‚બ‚માં ભુવાથી છેતરાયેલા શ્રઘ્ધાળુઓએ વિધિ-વિધાન, ઉતાર કે દોરા-ધાગાથી કશો જ ફાયદો નથી. છેતરાયેલા લોકોએ માહીતી આપી હતી. ધર્મશ્રઘ્ધાનો ગેરલાભ લેનાર ભુવાના પર્દાફાશ સંબંધી હકિકત મુકવામાં આવી હતી. ગોમતીપુર વિસ્તાર સંવેદનશીલ છે તેવી હકિકત આપી હતી. ભુવાથી ભવિષ્યમાં નિર્દોષ છેતરાય નહીં તે માટે રજુઆત કરવામાં આવી હતી.જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ ભુવા દશરથના કરતુતની ખરાઇ કરવા કાર્યકરોને મોકલેલ તેમાં ભુવો દશરથ અનેક પ્રકારે છેતરપીડી કરી લોકોને ગુમરાહ કરે છે. દુ:ખી લોકોની દર રવિવાર- મંગળવારે ભીડ રહે છે. એક વ્યકિત શ્રીફળ, હાર, ચૂંદડીલ,લીબુંના

‚પિયા ૧૫૦થી ૨૦૦ ચુકવે છે. ફાલ્ગુની નામની મહીલા જોવડાવવા આવે તેને દથરથમામાના પ્રભાવની વાત કરતી હતી. આ મહિલા ભ્રમણા ફેલાવવાનું મુખ્ય કામ કરતી હતી. બધા ઉપર રોફ જમાવતી હતી. જાથાના કાર્યકરો ઉપર પણ ફાલ્ગુનીએ રોફ જમાવ્યો હતો. તેથી દથરથમામા ભુવાનો પર્દાફાશ કરવો અને ભોગ બનેલ પરિવાર ફરીયાદ કરવા આગળ આવે તો ગુન્હો દાખલ કરવાનું નકકી થયું હતું.જાથાના ચેરમેન જયંત પંડયાએ અમદાવાદ ડી.સી.પી. ઝોન-પ ના ડો. ગીરીશ પંડયાને ‚બ‚ વાત કરી ગોમતીપુરના ભુવા દથરથમામાના પર્દાફાશ સબંધી હકીકત જણાવી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. ડી.સી.પી. પંડયાએ ગોમતીપુર વિસ્તારમાં ગમે ત્યારે કાયદો વ્યવસ્થા જોખમાય તેમ છે. તેથી ગોમતીપુર પો.સ્ટેશન પો. ઇન્સ. પરેશ સોલંકીને જાથાના પર્દાફાશની હકિકતથી વાકેફ કરી ભુવાના વિસ્તારની પરિસ્થિતિ મુજબ બંદોબસ્ત માટે આખરી નિર્ણય છોડયો હતો. પો.ઇન્સ. સોલંકીએ ડી સ્ટાફને મોકલી  તપાસ કરતાં પર્દાફાશ માં સુલહે શાંતિ જળવાશે તેવી ખાત્રી આપતા જાથાનો પર્દાફાશનો માર્ગ મોકળલ બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.