Abtak Media Google News

ઘી અને નારિયેલ બંને વિટામિન અને ફેટથી ભરપુર હોય છે. પરંતુ તમારી તાસિર પ્રમાણે તેને જાણવું ખૂબ જ જરુરી છે. ફેટમાંથી વિટામિન એ, ડિ,ઇ અને કે મળે છે. જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. નિષ્ણાંતો એ ઘી અને કોકોનેટ ઓઇલને મુખ્ય મુદો બનાવતા જણાવ્યું હતું કે તે બંને  ફક્ત જમવાનું બનાવવા માટે જ નહીં પરંતુ વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

– નારીયેલ તેલના ફાયદાઓ….

નારીયેલ તેલ એન્ટી ફંગલ હોય છે. નારયેલ તેલ પચવામાં સમય લેતુ નથી માટે વજન ઘટાડવા તેમજ પાચનક્રિયા, ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

– નારીયેલ તેલના નુકશાનો….

જો કોઇ વ્યક્તિ ચિંતામાં હોય અથવા શારીરીક નબળા હોય છે તો નારીયેલ તેલ તેમના માટે આફત સર્જી શકે છે અને વ્યક્તિની નર્વસ સિસ્ટમમાં નકારાત્મક અસરો થાય છે. દુબળા લોકોએ વિટામિન એ, ડી અને કેની જરુર હોય છે. જે તેમને નારીયેલ તેલમાંથી ઉપલબ્ધ થતા નથી.

– ઘીના ફાયદાઓ…..

વિટામિન એ, ડી અને કેથી  ભરપુર ઘીમાં રહેલા તત્વો ફેટ માટે ખૂબ જ ઉપયોગી છે. તેની સુગંધથી જ જમવાનું ડિલિશીયસ લાગે છે  પરંતુ ઘી ખાવુ પણ સુદ્વ અને ચોખ્ખુ ઘી જ ઉપયોગી છે.

– ઘીના નુકશાન…..

જેની પાચનશક્તિ નબળી છે તેના માટે ઘી જરા પણ યોગ્ય નથી કારણ કે તેમાં વધુ માત્રામાં ફેટ રહેલું છે. ઘી સિવાય કાચુ માખણ પણ આ પ્રકારના લોકો માટે યોગ્ય નથી જો તમે શુદ્વ થી ખાતા હોય તો તકલીફ નથી પરંતુ જો ભેળસેળ વાળુ ઘી આવી જાય તો તે મુશ્કેલી સર્જી શકે છે.

ઘી કે નારીયેલ તેલ ?

નારિયેલ તેલ તેમજ ઘી બંને પોતાના સ્થાને યોગ્ય છે પરંતુ નારિયેલ તેલ સ્વાદમાં મિઠાસ ઘરાવે છે. ત્યારે ઘીનો સ્વાદ ન્યુટ્રલ જ હોય છે. જ્યારે વજન વધારવા કે ઘટાડવાની વાત આવે તો નારિયેલ તેલ ‘ઘી’ કરતા વધુ ઉપયોગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.