Abtak Media Google News

યોગ મેળવવાની, પ્રાપ્તીની પ્રક્રિયા છે, તમે ઘણી વખત જોયુ હશે કે યોગ પૂર્ણ થયા બાદ નમસ્તે કરવામાં આવે છે તો ચાલો જાણીએ નમસ્તેનો મતલબ શું થાય છે.

– નમસ્તે શબ્દ સંસ્કૃત શબ્દ નમસ્કારથી આવ્યો છે. નમસ્તે કહેવાથી વિવેકભાવ બને છે જ્યારે કોઇ નમસ્તે કરે છે તે નિશ્ર્વાર્થ બને છે અને આગળ તરફ નમે છે.

– જ્યારે તમે નમસ્તે કરો છો હાથની હથેળીઓને સાથે જોડો છો ત્યારે શરીરમાં ડિવાઇન એનર્જી સ્વિકારવાની શક્તિ વધે છે.

– જ્યારે પણ તમે કોઇને નમસ્તે કરો છો ત્યારે સામેવાળી વ્યક્તિના શરીરમાં તમે સકારાત્મકતા આપો છો. જેનાથી પરસ્પર સારા સંબંધો બને છે.

– વેસ્ટર્ન કલ્ચરમાં હાથ મિલાવવાની પરંપરા છે જેનાથી ઝડપથી ઉર્જાની આપ-લે કરી શકાય છે. પરંતુ નમસ્તે કરવામાં તમારા હાથ નમસ્કાર મુદ્રામા હોય છે અને તમે સામેવાળી વ્યક્તિની સામે નમી જાવ છો તેની તમારી સકારાત્મક સોચનો પ્રભાવ સામેવાળી વ્યક્તિ પર થાય છે. અને તમે શારીરીક સપર્કમાં આવતા નથી જે આપણી ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.