Abtak Media Google News

વાળા

સરગમ કલબની ૩૬મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન: ગત વર્ષના હિસાબોને બહાલી: નવા વર્ષના કાર્યક્રમો જાહેર: નવા હોદેદારોની વરણી

લગભગ ૨૦ હજાર જેટલી સભ્ય સંખ્યા ધરાવતા સરગમ કલબની ૩૬મી વાર્ષિક સાધારણ સભા વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોની હાજરીમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કર્ણાટકના રાજયપાલ અને સરગમ પરિવારના માર્ગદર્શક વજુભાઈ વાળાએ કહ્યુંં હતુ કે સરગમ કલબે છેલ્લા ૩૬ વર્ષમાં તેના સભ્યો અને દાતાઓનો વિશ્ર્વાસ મેળવ્યો છે. અને આ વિશ્ર્વાસને આધારે જ સેવાકાર્યો થઈ શકે છે. તેમણે કહ્યું હતુ કે સેવા કરનારા લોકો તો ઘણા મળી રહે છે. પરંતુ આટલા વર્ષો સુધી એકધારી સેવા કરવાવાળા બહુ ઓછા મળે છે. સરગમ કલબની પ્રતિષ્ઠા એટલી બધી છે કે ભૂતકાળમાં સરકારે પણ સરગમ કલબને રાજકોટમાં રાહત રસોડુ શ‚ કરવા માટે અપીલ કરી હતી અને સરગમ કલબે તેને સ્વીકારી લીધી હતી. આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ સરગમી સેવા કાર્યોને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા ઉપરાંત મ્યુનિ. ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર દર્શિતાબેન શાહ, મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, સ્મિતભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, સુરેશભાઈ નંદવાણા, જગદીશભાઈ ડોબરીયા, છગનભાઈ ગઢિયા, કમલનયન સોજિત્રા, દિલસુખભાઈ શેઠ, ખોડિદાસભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, નરેશભાઈ લોટિયા, જીતુભા ચંદારાણા, ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ ટીલારા, મિતેનભાઈ મહેતા, શિવલાલભાઈ રામાણી, રઘુનંદનભાઈ સેજપાલ, પ્રતાપભાઈ પટેલ, ગીજુભાઈ ભરાડ, ડો. વલ્લભભાઈ કથિરીયા, જશવંતસિંહ ભટ્ટી, પરસોતમભાઈ કામાણી, પ્રવિણભાઈ ધોળકીયા, જયેશભાઈ કોઠારી, નવીનભાઈ ઠકકર, ડી.વી.મહેતા, ડો.પ્રફુલભાઈ શાહ, જયેશભાઈ વસા, ડો. ચંદાબેન શાહ, વિનોદભાઈ પંજાબી, કાંતાબેન કથિરીયા, રેણુકાબેન યાજ્ઞીક, જયશ્રીબેન સેજપાલ, કાશ્મીરાબેન નથવાણી, આશાબેન શાહ અને માલાબેન કુંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ વાર્ષિક સાધારણ સભામાં પ્રારંભે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જેન્ટસ કલબના નવા સભ્યોને આવકાર્યા હતા. અને ૨૦૧૭-૧૮ના વર્ષના હિસાબો રજૂ કર્યા હતા. આ હિસાબોને સર્વાનુમતે બહાલી મળી હતી તેમણે નવા વર્ષમાં યોજાનારા કાર્યક્રમોવિશે પણ માહિતી આપી હતી. સાથોસાથ નવા વર્ષનાં હોદેદારોની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતુ કે લેડીઝ કલબના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપ્યા પછી ઉષાબેન પટેલ નિવૃત થયા છે. તેથી તેમના સ્તાને નિલુબેન મહેતાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબમાં ડો. ચંદાબેન શાહ ચેરપર્સન તરીકે, ભાવનાબેન માવાણી મંત્રી તરીકે, જશુમતિબેન વસાણી અને રેશ્માબેન સોલંકી ઉપપ્રમુખ તરીકે, ભાવનાબેન ધનેશા સહમંત્રી તરીકે અને સુધાબેન ભાયા ખજાનચી તરીકે સેવા આપશે. આ જરીતે સરગમ ચિલ્ડ્રન કલબના પ્રમુખ તરીકે જયશ્રીબેન રાવલની વરણી કરવામાં આવી છે. જયારે મંત્રી તરીકે અલ્કાબેન કામદાર ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન મહેતા, સહમંત્રી તરીકે ચેતનાબેન સવજાણી અને ખજાનચી તરીકે વિપુલાબેન હિરાણીની વરણી કરવામાં આવી છે. સરગમ કપલ કલબના પ્રમુખ તરીકે મિતેનભાઈ મહેતા, મંત્રી તરીકે ગીતાબેન હિરાણી, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ સોલંકી, સહમંત્રી તરીકે રાજેન્દ્રભાઈ શેઠ અને ખજાનચી તરીકે નિલુબેન મહેતાની નિમણુંક કરવામાં આવી છે. સીનીયર સીટીઝન કલબના પ્રમુખ તરીકે નાથાભાઈ કાલરીયા અને લલીતભાઈ રામજીયાણીને મંત્રી તરીકેની જવાબદારી સોંપવામા આવી છે.

આ પ્રસંગે સરગમ કલબના મંત્રી મૌલેશભાઈ ઉકાણીએ સૌને આવકાર્યા હતા. અને કહ્યું હતુ કે સરગમ કલબને એક પરિવાર તરીકે ઓળખવું વધુ સા‚ ગણાશે તમામ સભ્યો એક પરિવાર તરીકે રહીને સામાજીક કાર્યો કરી રહ્યા છે.

જાણીતા ઉદ્યોગપતિ ઈન્દુભાઈ વોરાએ કહ્યું હતુ કે રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આટલા વર્ષોથી સેવાકાર્યો કરતી બીજી કોઈ સંસ્થા નથી ધનસુખ ભંડેરીએ ક્હ્યું હતુ કે સરગમ પરિવારનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે.અને દર વર્ષે સમાજને કંઈક ને કંઈક નવું આપે છે જે અભિનંદનને પાત્ર છે. આ જ રીતે જશવંતસિંહ ભટ્ટીએ કહ્યું હતુ કે સરગમ પરિવારને દાતાઓનો સહકાર મળી રહ્યો છે. જે મોટણી બાબત છે. શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ ભરાડે જણાવ્યું હતુ કે સરગમ કલબને આવનાર દિવસોમાંમ નેજમેન્ટની કોલેજ શ‚ કરવી જોઈએ તેવું સુચન કર્યું હતુ કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન સરગમ કલબના ઉપપ્રમુખ અરવિંદભાઈ દોમડિયાએ કર્યુ હતુ જયારે આભારવિધિ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન માલાબેન કુંડલીયાએ કર્યું હતુ આ કાર્યક્રમમાં મૌલેશભાઈ ઉકાણીએ કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાનું ફૂલહાર દ્વારા વિશિષ્ટ સ્વાગત સન્માન કર્યું હતુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મીતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, રમેશભાઈ અકબરી, ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જસુમતીબેન વસાણી, રેશ્માબેન સોલંકી ભાવનાબેન માવાણી, સુધાબેન ભાયા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન રાવલ, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, વિપૂલાબેન હિરાણી, અલ્કાબેન ધામેલીયા, બીનાબેન વિઠલાણી છાયાબેન દવે સહિતનાએ જહેમતઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.