Abtak Media Google News

કોરોના વાયરસની બીમારી સંદર્ભે સમગ્ર દેશભરમાં ૨૧દિવસના લોકડાઉન અન્વયે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ખાતરી આપી છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. આજરોજ એફ.સી.આઈ. ગોડાઉન ખાતે ૨૧૨ મેટ્રિક ટન ઘઉં,૮૪મેટ્રિક ટન ચોખા નિગમના વિવિધ ગોડાઉન ખાતે પહોંચાડવામાં આવેલ છે,જ્યારે ૧૦ મેટ્રિક ટન પીડીએસ મીઠું રાજકોટ ગોડાઉન ખાતે આવી ગયુ છે. રાજકોટ જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના બાર ગોડાઉનમાં ૪૫૩૯મેટ્રિક ટન ઘઉં,૨૪૯૯મેટ્રિક ટન ચોખા,૧૪૮મેટ્રિક ટન ખાંડ,૧૫ કિલોના સિંગતેલના ૧૫૨૪ડબ્બા,૧૮૪મેટ્રિક ટન ચણા દાળ,૪૪ ટન પીડીએસ મીઠું, આઈ.સિ.ડી.એસ. મીઠું ૧૨૮મેટ્રિક ટન ઉપલબ્ધ છે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજાબેન બાવડા જણાવ્યું હતું. આશરે ૭ હજાર મેટ્રિક ટન ઘઉં તથા ચોખા નાણાં ભરપાઇ થઇ ગયા છે અને તેની પરવાનગી પણ મળી ગયેલ છે, અને બે મહિના ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે તેમ પણ બાવડાએ જણાવ્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.