Abtak Media Google News

પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન યોજના હેઠળ મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી માટે ગ્રાન્ટ મંજુર કરવામાં આવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિસ્તૃત માહિતીસભર પ્રપોઝલ મોકલવામાં આવેલ હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ નિતિ આયોગની મીટીંગમાં ભાગ લઈ વિવિધ સૂચનો કરેલ હતાં. કુલપતિએ કરેલ આ સૂચનો અને પ્રયત્નોના ફળસ્વરૂપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત થઈ છે અને ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પીએમ ઉષા અંતર્ગત રૂ. 100 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન યોજના હેઠળ મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિશેષ ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. ભારત દેશની કુલ 26 યુનિવર્સિટીઓને જ ઉપરોકત યોજના હેઠળ રુ. 100/- કરોડની ગ્રાન્ટ મળેલ છે. આ 26 યુનિવર્સિટીઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયેલ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ખુબ ગૌરવની વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રુ. 100/- કરોડની ઐતિહાસિક ગ્રાન્ટ મંજુર કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તથા શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજીનો આભાર પ્રગટ કરેલ હતો. આ ગ્રાન્ટ મળવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વધુ વેગ મળશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલય તરફથી આટલી મોટી રકમની ગ્રાન્ટ મળી હોય તેવી પ્રથમ ઘટના છે.

Advertisement

પીએમ ઉષા અંતર્ગત ગ્રાન્ટનો હેતુ ભૌતિક અને ડિજિટલ માળખાને અપગ્રેડ કરવાનો છે, જેનાથી શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ફેકલ્ટી તાલીમને ખાસ કરીને ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી ટેકો આપવામાં આવશે. ઙખ-ઞજઇંઅ ના માધ્યમથી યુનિવર્સિટીને શિક્ષણ મિશન અને યુ.જી.સી.ના માનવ સંશાધન વિકાસ કેન્દ્રો ફોર રિસોર્સ શેરીંગ કેન્દ્રો સાથે જોડાણ કરવાની સુવિધા આપવામાં આવશે. શિક્ષણની ગુણવતા સુધારવા માટે મલ્ટીપલ એન્ટ્રી એન્ડ એકિઝટ સીસ્ટમ, ઈઇઈજ, એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ આ તમામને ઙખ-ઞજઇંઅ હેઠળસાથ-સહકાર આપવામાં આવશે અને તેને પ્રાથમિકતા આપવામાં આવશે. વધુમાં શિક્ષણની વધુ સુલભતા સુનિશ્ચિત કરવા, ડીજીટલ લાઈબ્રેરીઓ બનાવવા, ભાષા શિક્ષણને લોકપ્રિય બનાવવા તેમજ અન્ય બાબતોને વેગ આપવાનો ઙખ-ઞજઇંઅ યોજનાનો ધ્યેય રહેલો છે. ઙખ-ઞજઇંઅ અંતર્ગત માળખાગત સુવિધા, સંસ્થાઓને સંસ્થાના કેમ્પસમાં વાઈ-ફાઈ સુવિધાઓ, સ્માર્ટ કલાસીસ અને વર્ચ્યુઅલ લેબ પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઙખ-ઞજઇંઅ અંતર્ગત મળેલ ગ્રાન્ટમાંથી ઉપરોકત બાબતોનો સમાવેશ કરી માળખાગત, શૈક્ષણીક અને સંશોધનાત્મક પ્રવૃત્તિઓ વધુ સુચારૂ રીતે કાર્યરત કરવામાં આવશે. નવી શિક્ષા નિતિ-2020 ની અમલવારી પણ ખૂબ સારી રીતે થઈ શકશે.યોજનાનું લોન્ચિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વરદહસ્તે જમ્મુ ખાતેથી ડિજિટલ પ્લેટફોર્મ મારફત તારીખ 20/02/2024ને સવારે 11:00 કલાકે થવાનું છે. કેન્દ્ર સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના અનુરોધ અનુસાર પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળવા માટે અને તેમાં ભાગ લેવા માટે યુનિવર્સિટી ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં વિસ્તારના ગણમાન્ય વ્યક્તિઓ, લોકસભા, રાજ્યસભા, અને વિધાનસભાના સદસ્ય વગેરેને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવનાર છે.

સંશોધનને વેગ મળશે

યુનિવર્સિટીમાં સંશોધનના સાધનો ઉપલબ્ધ થશે જે શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં વધારો કરશે જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની અને વિશ્વની નામાંકિત યુનિવર્સિટીઓમાં સ્થાન પામશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.