Abtak Media Google News
24
No-entry in sports complex of Saurashtra University in case of heart disease

રાજકોટ સમાચાર

સમગ્ર રાજ્યમાં હાર્ટ-એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક બાદ એક યુવાનોનાં મોતની ઘટનાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હૃદય રોગને લગતી જે કોઈ વ્યકતિને બીમારી હોય તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પ્રવેશ આપવામાં નહિ આવે.

કોરોના બાદ રાજ્યભરમાં હૃદય રોગને લગતા બનાવો વધી ગયા છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્વીમીંગ પુલ ખાતે એક યુવતીને અચાનક હૃદયને લગતી બીમારી થતા ત્યાં જ તેઓ ઢળી પડ્યા હતા. જો કે તાત્કાલિક સીઆરપી આપતા સદનસીબે તેઓ બચી ગયા હતા.આવા અવારનવાર બનાવથી સૌરાષ્ટ્ર યુનિવર્સટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે યુનિવર્સીટીના રજીસ્ટારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમત ગમતની ટ્રેનિંગ માટે આવનાર વ્યક્તિને જો હૃદયને લગતી બીમારી હોય તો તેવી વ્યકતિને ટ્રેનિંગ લેવી નહિ અથવા તો ડોક્ટરનું સર્ટિફિકેટ જે તે રમતગમતના કોચને રજુ કરવું.

દિવાળીના તહેવાર ટાણે જ લખતર, માંગરોળ, વાંકાનેર, ટંકારા, વડોદરા ભાવનગર, રાજકોટ, લખતર, માંગરોળ, વાંકાનેર, ટંકારા અને વડોદરામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુના 15થી વધુ બનાવ બન્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે વધતા હાર્ટ એટેકના બનાવો ખુબ જ ચિંતા જનક સાબિત થઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.