Abtak Media Google News

દેશભરમાં હાલ ધોધમાર વરસાદી માહોલ છે. મધ્યભારતમાં પડી રહેલા જોરદાર વરસાદની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યની વિવિધ નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યું છે. નદીની જળસપાટીમાં સતત વધારો થતા અનેક વિસ્તારમાં પૂરનો સંકટ તોડાઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ છે. જો કે, અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો ગયો છે.

Advertisement

રાજ્યના 207 ડેમ 93 ટકા ભરાયા: 111 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ: 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ: સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો

રાજ્યમાં સિઝનનો100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 85 ટકા મધ્ય ગુજરાત 93 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 112 ટકા અને દક્ષિણ ગુજરામાં 84 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 138 ટકા વરસાદ નોંધાયો છે.  28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ કરાયો છે. 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ કરાયો છે. 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ છે. તેમજ 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. 90 જળાશયો હાઈ એલર્ટ પર છે.

રાજ્યમાં ચોથા રાઉન્ડના વરસાદ બાદ જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના 207 ડેમ 93 ટકા ભરાયા છે. રાજ્યના 90 જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે 111 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ, 30 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25થી 50 ટકા જળસંગ્રહ અનેફક્ત 14 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો છે. રાજ્યભરના કુલ 28 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 75.69 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.53 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ડેમમાં પાણીના સંગ્રહની ટકાવારી

  • ઉકાઈ ડેમમાં  96.65 ટકા પાણીનો સંગ્રહ થયો
  • દમણગંગા ડેમમાં 91.84 ટકા પાણી ભરાયું
  • વાત્રક ડેમમાં 57.99 ટકા પાણીનો સંગ્રહ થયો
  • ગુહાઈ ડેમમાં 50.99 ટકા પાણી ભરાયું
  • માઝૂમ ડેમમાં 35.37 ટકા પાણીનો જથ્થો
  • હાથમતી ડેમમાં 46.48 ટકા પાણીનો સંગ્રહ થયો
  • જવાનપુરા ડેમમાં 78.61 ટકા પાણી ભરાયું
  • હરણાવ-2 ડેમમાં 78.02 ટકા પાણીનો જથ્થો
  • મેશ્વો ડેમમાં 48.85 ટકા પાણીનો સંગ્રહ થયો
  • વણાકબોરી ડેમ 100 ટકા પાણીથી ભરાઈ ગયો
  • પાનમ ડેમ પણ 100 ટકા પાણીથી ભરાયો
  • હડફ ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જવા આવ્યો
  • કડાણા ડેમમાં 89.48 ટકા પાણીનો જથ્થો
  • કરજણ ડેમમાં 90.19 ટકા પાણીનો સંગ્રહ થયો
  • સુખી ડેમ 100 ટકા પાણીથી ભરાયો
  • મુક્તેશ્વર ડેમમાં 53.67 ટકા પાણીનો સંગ્રહ
  • દાંતીવાડા ડેમમાં 94.03 ટકા પાણી ભરાયું
  • સીપુ ડેમમાં સૌથી ઓછું 28.69 ટકા પાણી ભરાયું
  • ધરોઈ ડેમમાં 92.02 ટકા પાણીનો જથ્થો
  • ખોડિયાર ડેમમાં 65.32 ટકા પાણીનો સંગ્રહ થયો
  • શેત્રુંજી ડેમમાં 99.40 ટકા પાણી
  • ઉંડ-1 ડેમમાં 89.43 ટકા પાણીનો જથ્થો
  • ભાદર ડેમમાં 91.43 ટકા પાણી
  • ભાદર-2 ડેમમાં 98.10 ટકા પાણી
  • મચ્છુ-1 ડેમમાં 84.60 ટકા પાણીનો સંગ્રહ
  • મચ્છુ-2 ડેમમાં 69.78 ટકા પાણી ભરાયું
  • બ્રહ્માણી ડેમમાં 84.60 ટકા પાણીનો જથ્થો
  • સરદાર સરોવર ડેમ 100 ટકા પાણીથી ભરાઈ ગયો

સાત જિલ્લાઓમાંથી 12,000થી વધુનું સ્થળાંતર:274 નાગરિકોનું રેસ્ક્યું

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.  અધિક મુખ્ય સચિવએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારમાં જનજીવન જલ્દીથી પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનો કરીને રાજ્ય સરકાર દ્વારા તમામ મદદની ખાતરી આપી હતી. રાહત કમિશનર આલોક પાંડેએ વિગતો આપતા કહ્યું હતું કે SEOCના સંકલનમાં રહીને નર્મદા, ભરૂચ, દાહોદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને ગાંધીનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર, NDRF,SDRF, વાયુસેના

અને કોસ્ટ ગાર્ડની મદદથી અંદાજે 11,800થી વધુ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરીને તેમને  શેલ્ટર હોમમાં આશરો આપીને ફૂડ પેકેટ સહિત જરૂરી તમામ વ્યવસ્થા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે .  જ્યારે 274 જેટલા નાગરિકોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

મચ્છુ-3 ડેમ 90% ભરાઈ જતા હેઠવાસના 19 ગામોને કરાયા એલર્ટ

સબ ડિવિઝન રાજકોટના ક્વોલિટી કંટ્રોલ અને ફ્લડ મોનીટરીંગના ડે.એન્જિનિયર દ્વારા મોરબી જીલ્લાના મોરબી તાલુકા પાસે આવેલા મચ્છુ-3 જળાશયની પરિસ્થિતિથી જીલ્લા વહીવટી તંત્રને માહિતગાર કરવા અંગે સાવચેતી મેસેજ આપવામાં આવ્યો છે

હાલ મોરબીમાં અને મોરબીની આસપાસનાગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ પડ્યો છે હજુ વરસાદ પડી રહ્યો હોવાથી પાણીની સતત આવક ચાલુ હોય ત્યારે મોરબીનો મચ્છુ-3 ડેમ 90% પાણી ભરાયેલ હોવાથી રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહિ .

વધુમાં ફ્લડ મેમોરેન્ડમ બુકમાં 1 થી19 ગામને ડેમનું પાણી છોડવાથી અસર થવાની હોય તો તેને સાવચેત રહેવા તથા પરિસ્થિતિ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. જેમાં

મોરબી વનાળીયા, ગોર ખીજડીયા, સાદુળકા, મકનસર, રવાપર(નદી), અમરનગર, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવિદરકા, ફતેપર, માળીયા(મી), હરીપર અસરગ્રસ્ત ગામના નામની યાદી જાહેર કરી ખાસ ચેતવણી સંદેશ આપવામાં આવેલ છે.

સોરઠ પંથકમાં ભાદરવે અષાઢી માહોલ: જુનાગઢ જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો

જુનાગઢ શહેરમાં ગઈકાલે વરસાદે ધુઆધાર અને અનરાધાર બેટિંગ કરતા પ ઇંચ જેટલો જ્યારે ગિરનાર અને દાતાર પર્વત તથા જંગલ વિસ્તારમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થતાં ફરી એક વખત શહેરનો વિલીન ડેમ ઓવરફ્લો થયો હતો. જ્યારે દામોદર કુંડ છલોછલ થઈ જવા પામ્યો હતો. આ સહિત શહેરની કાળવા નદી તથા સોનરખ નદી બે કાંઠે થઈ ગઈ હતી. તો શહેરના બે અંડર બ્રિજમાં પાણી ભરાયા હતા. જ્યારે ઝાંઝરડા અંડર બ્રિજમાં વિદ્યાર્થીઓ સવાર હતી તેવી એક બસ પાંચ ફૂટ પાણીમાં અટવાય હતી. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનના ખોદકામ કરેલ હોવાથી રસ્તાઓ ઉપર અનેક સ્થળોએ ભુવા પડ્યા હતા જેના કારણે અનેક સ્થળે સ્કૂટર, રીક્ષા, ફોરવીલ અને સ્કૂલ બસ ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરમાં પાણી પાણી થઈ જતા અનેક વિસ્તારોમાં વાહનચાલકો ફસાયા હતા.

જૂનાગઢમાં રવિવારે રાત્રિના 12 વાગ્યાથી જરમર વરસાદ શરૂ થયો હતો અને સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં દે ધનાધન 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એની સાથે ગિરનાર પર્વત અને દાતાર પર્વત તથા જંગલ વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરનો વિલીંગ્ડન ડેમ ફરી એક વખત અવરફ્લો થયો હતો. જ્યારે શહેરની કાળવા નદી અને સોનરખ નદીમાં ભારે પુર આવ્યા હતા, ગિરનાર પર્વત અને પગથિયાં ઉપરથી જાણે નદીઓ વહી રહી હોય તેવા ઝરણાઓ વહેતા થયા હતા.

છેલ્લા એકાદ માસથી વરસાદે વીરામ લીધા બાદ ગઈકાલે ભાદરવા માસમાં સોરઠ પર વરસાદે વરસવાનું નક્કી કરી લીધું હતું અને સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં જિલ્લાના વિસાવદર, મેંદરડા, વંથલી, જુનાગઢ, માળીયા, માંગરોળ અને માણાવદરમાં ધુઆધાર બેટિંગ ખેલી લીધી હતી. જેના કારણે વંથલીનો ઓઝત વીયર વંથલી ડેમ ઓવરફ્લો થતાં પાંચ ગામોને સાવચેત કરવા પડ્યા હતા. જ્યારે મોટા ગુજરીયા ડેમ ઓવરફ્લો થતાં વિસાવદર તાલુકાના 6 ગામો અને આનંદપુર ડેમ ઓવરફ્લો થતા જુનાગઢ, વંથલી અને મેંદરડા તાલુકાના 4 ગામોને આ સાથે ઉબેણ ડેમ ઓવરફ્લો થતાં ભેસાણ, જુનાગઢ અને વંથલીના 14 ગામોને સાવચેત કરવા પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.