Abtak Media Google News

132 કેન્દ્રો પર બે સેશનમાં પરીક્ષા લેવાશે: પરીક્ષાના સીસીટીવી ઓનલાઇન જોવા મળશે: મોટાભાગના પેપરો રૂબરૂ જ મોકલવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51184 વિદ્યાર્થીઓની કાલથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જુદી જુદી વિદ્યાશાખાના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીબીએ અને બી.કોમના પેપર લીક કાંડ બાદ તમામ કેન્દ્રો ઉપર પ્રશ્નપત્રો (ક્વેશ્નન પેપર ડિલિવરી સિસ્ટમ)થી મોકલવામાં આવનાર હોવાની મોટાપાયે જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ આ સિસ્ટમનો સંપૂર્ણ અમલ કરવામાં પરીક્ષા કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક સહિત સત્તામંડળના સભ્યો નિષ્ફળ ગયા હોય એમ કાલથી શરૂ થનારી પરીક્ષામાં પણ મોટાભાગના પેપર ઓફલાઈન જ મોકલવામાં આવનાર છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાલથી શરૂ થનારી પરીક્ષામાં જે ફેકલ્ટીના પેપર ઓનલાઈન મોકલવામાં આવનાર છે તેમાં હોમસાયન્સ ફેકલ્ટી (17 કેન્દ્રો), સાયન્સ ફેકલ્ટીમાં બીસીએ (25 કેન્દ્રો), બીએસસી આઈટી (8 કેન્દ્રો), પર્ફોર્મન્સ આર્ટસ (01 કેન્દ્ર) આર્કિટેક્ચર ફેકલ્ટી, મેનેજમેન્ટ ફેકલ્ટી, બીએ આઈડીના પ્રશ્નપત્ર જ ઓનલાઈન ચઙઉજ સિસ્ટમથી મોકલવામાં આવશે. જ્યારે બાકીના મોટાભાગના પેપર ઓફલાઈન જ મોકલાશે. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા છે તે ફેકલ્ટીના પેપર હજુ ઓફલાઈન મોકલાશે જ્યારે જેમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે તેના પેપર જ ઓનલાઈન મોકલાશે.

યુનિવર્સિટીની શરૂ થનારી પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ સેમેસ્ટર-6ના 16293 વિદ્યાર્થીઓ, બીએ સેમેસ્ટર-6ના 10,901 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.