Abtak Media Google News

મોરબીના વન વે રસ્તાઓ અને વન વે ના સમય અંગે વાકેફ થાય અને અજાણતા ટ્રાફિક નિયમ ભંગ ન થાય તે માટે માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે.મોરબીમાં ટ્રાફીક સમસ્યા નિવારવા માટે મોરબી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને હાલનો ઔદ્યોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જૂના-પુરાણા સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમનો તથા જાહેર હિતાર્થે વર્ષ 2018થી શહેરના 11 રોડ ને વન વે જાહેર કરવામાં આવ્યા છે જે નિયમ સવારના 07.00 કલાક થી રાત્રિના 09:00 વાગ્યા સુધી લાગુ પડે છે.

Advertisement

રવાપર રોડ જૂની એચ.ડી.એફ.સી. બેંક ચોકથી ગાંધી ચોકથી શાકમાર્કેટ ચોકથી નગર દરવાજા ચોકથી સીપીઆઇ ચોકથી શક્તિ ચોક જવા માટેનો રૂટ વન-વે જાહેર કરાયો છે. તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબના બંગલાથી મંગલભુવન ગરબી ચોક થઇ સી.પી.આઇ. કચેરી આવી જવા માટેનો રૂટ, નવયુગ ગારમેન્ટથી શિવાની સિઝન સેન્ટરથી પુનમ કેસેટથી ગાંધીચોક સુધી જવા માટેનો રોડ, વિજય સિનેમા પાસે આવેલ ભવાની બેકરીથી ગાંધીચોક સુધી જવા માટે, સી.પી.આઇ. કચેરી ચોકથી નવયુગ ગારમેન્ટ સુધી જવા માટેનો રૂટ વન-વે સુપર ટોકિઝથી ભારત સર્વિસ સ્ટેશન (આસ્વાદ પાન) સુધી જવા માટેનો રૂટ પણ વન-વે કરાયો છે.

તેમજ સ્ટેશન રોડ જડેશ્વર મંદિર પાસે થઇ માધાપર તરફ થઇ આસ્વાદ પાન સુધી જવા માટેનો રૂટ વન-વે પૂનમ કેસેટની દુકાન (તખ્તસિંહજી રોડ) થી નગર દરવાજા સુધી જવા માટેનો રૂટ, પરાબજાર રોડ ઉપર આવેલ પનારા પાનની દુકાનથી નવાડેલા રોડ જુના એસ.ટી.સ્ટેન્ડ પાસે આવેલ મચ્છી પીઠના ખૂણા સુધીનો રૂટ, ગાંધીચોકથી રામચોક સુધી જવા માટેનો રૂટ અને રામચોકથી જૂની એચ.ડી.એફ.સી. ચોક પાર્કર શો-રૂમ ના ખૂણા સુધી જવા માટેનો રૂટ વન-વે જાહેર કરાયો છે.

રસ્તાઓ પર ભારે વાહનોના પ્રવેશ બંધી

મોરબીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા રસ્તાઓની યાદી મુજબ શોભેશ્વર રોડ, કુબેર સિનેમા સામે હાઈવે રોડ ઉપરથી શહેરમાં પ્રવેશતા રોડનાં ખૂણેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકના રેલ્વે ફાટકથી, ગેંડા સર્કલથી, વેજીટેબલ રોડ ઉપર આવેલ સ્મશાનના મુખ્ય ગેઈટ સામે રોડ પરથી, નવલખી રોડ સેન્ટ મેરી સ્કુલ નજીક આવેલ રેલ્વે ફાટકથી, અમરેલી રોડ જે વીસીપરા ફાટકથી મોરબી શહેરમાં પ્રવેશે છે, તે ફાટકથી, વાવડી રોડ, પર આવેલ હનુમાન મંદિર(માધાપરનાં ખૂણે)થી, પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઈલ મિલથી, શનાળા રોડ ઉપ2 જી.આઈ.ડી.સી. નાકા પછી, 2વાપર ચાર રસ્તા થી મોરબી શહેર અંદર આવતાં રસ્તે તથા જેલ રોડ ઉપર આવેલ ઇલેકિટ્રક સ્મશાનના મુખ્ય ગેઈટ સામે રોડ પરથી ભારે વાહનો પર પ્રવેશબંધ મુકવામાં આવ્યો છે. જે રસ્તાઓ ઉપર સવારના 09:00 કલાક થી રાત્રિના 09:00 કલાક સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.