Abtak Media Google News

વોર્ડ નં.,૧૨ અને ૧૮ માટે ૫મી માર્ચે ૩૦ હજાર ડસ્ટબીન ફાળવાશે

શહેરીજનો ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્રિત કરે તે માટે મહાપાલિકા દ્વારા ટેકસ ભરતા પ્રામાણિક કરદાતાઓને નિ:શુલ્ક બે ડસ્ટબીન આપવામાં આવે છે. છેલ્લા બે માસ દરમિયાન ૧,૨૭,૬૪૫ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. વોર્ડ નં.૩,૧૨ અને ૧૮ માટે આગામી ૫મી માર્ચે વધુ ૩૦ હજાર ડસ્ટબીનની ફાળવણી કરવામાં આવશે તેવી જાહેરાત આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા ગત ૧ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન કરદાતાઓને ૧,૨૭,૬૪૫ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નં.૧માં ૮૫૪૦, વોર્ડ નં.૨માં ૭૯૩૬, વોર્ડ નં.૩માં ૪૮૫૭, વોર્ડ નં.૪માં ૩૩૫૩, વોર્ડ નં.૫માં ૪૦૬૭, વોર્ડ નં.૬માં ૩૩૬૧, વોર્ડ નં.૭માં ૯૪૭૬, વોર્ડ નં.૮માં ૯૯૬૪, વોર્ડ નં.૯માં ૧૩૪૬૫, વોર્ડ નં.૧૦માં ૧૧૦૫૨, વોર્ડ નં.૧૧માં ૧૦,૬૮૩, વોર્ડ નં.૧૨માં ૬૫૩૫, વોર્ડ નં.૧૩માં ૮૨૯૬, વોર્ડ નં.૧૪માં ૬૪૭૪, વોર્ડ નં.૧૫માં ૧૭૧૭, વોર્ડ નં.૧૬માં ૫૬૪૪, વોર્ડ નં.૧૭માં ૮૨૦૨ અને વોર્ડ નં.૧૮માં ૪૦૨૩ સહિત કુલ ૧૮ વોર્ડમાં ૧,૨૭,૬૪૫ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે.

હાલ મહાપાલિકામાં ડસ્ટબીન મેળવવા માટે એક પણ કરદાતાની અરજી પેન્ડીંગ નથી. આટલું જ નહીં વોર્ડ નં.૨,૧૨ અને ૧૮માં ડસ્ટબીનની સમસ્યા હતી જે પણ મહદઅંશે હલ કરી દેવામાં આવી છે. આ ત્રણ વોર્ડમાં કરદાતાઓને નિ:શુલ્ક બે ડસ્ટબીન આપવા માટે આગામી ૫મી માર્ચના રોજ ૩૦ હજાર જેટલી ડસ્ટબીનની ફાળવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.