Abtak Media Google News

ફોર્મ વિતરણની પ્રક્રિયા સોમવારે આટોપી લેવાશે: ૨૬મીએ ડ્રો, ૩૦ અને ૩૧મીએ હરરાજી

લોકમેળા મલ્હારમાં સ્ટોલ અને પ્લોટ માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૧૪૫૮ ફોર્મનો ઉપાડ થયો છે. આ પ્રક્રિયા આગામી સોમવાર સુધી ચાલવાની છે ત્યારબાદ ફોર્મ વિતરણની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દેવામાં આવનાર છે. ત્યારપછી ૨૬મીએ ડ્રો, ૩૦ અને ૩૧મીએ હરરાજી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રેસકોર્ષ મેદાન ખાતે આગામી તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન યોજાનાર પાંચ દિવસીય મલ્હાર લોકમેળાના સ્ટોલ અને પ્લોટ માટે ગત તા.૫ થી ફોર્મ વિતરણની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. લોકમેળામાં રમકડા, ખાણીપીણી, ચકરડી, રાઈડસ, આઈસ્ક્રીમ સહિતના કુલ ૩૩૮ સ્ટોલ અને પ્લોટ માટે જૂની કલેકટર કચેરી તેમજ શાસ્ત્રી મેદાન પાસે આવેલ ઈન્ડિયન બેંક પાસેથી ફોર્મ વિતરણ ચાલી રહ્યું છે. આ વિતરણ આગામી સોમવાર સુધી ચાલવાનું છે જેમાં તા.૫ના રોજ ૧૪૪, તા.૬ના રોજ ૧૫૬, તા.૮ના રોજ ૨૨૬, તા.૯ના રોજ ૧૬૧, તા.૧૦ના રોજ ૨૨૫, તા.૧૧ના રોજ ૧૫૦ અને તા.૧૨ના રોજ ૪૦૬ મળી કુલ ૧૪૫૮ ફોર્મનો ઉપાડયો યો છે. મોટાભાગના ફોર્મ ઈન્ડિયન બેંક ખાતેથી ઈસ્યુ થયા છે. ફોર્મ વિતરણ પ્રક્રિયા સોમવારી આટોપી લેવામાં આવનાર છે. ત્યારબાદ રમકડાના ૧૭૮, ખાણીપીણીના ૧૬, ચકરડીના ૫૨ અને કોર્નર રમકડાના ૩૨ પ્લોટનો ડ્રો તા.૨૬ના રોજ કરવામાં આવશે. જ્યારે ૪૪ રાઈડસના પ્લોટની તા.૩૦મીએ હરરાજી કરવામાં આવશે. ઉપરાંત આઈસ્ક્રીમના ૧૬ ચોકઠાની ૩૧મીએ હરરાજી કરવામાં આવનાર હોવાનું લોકમેળા આયોજન સમીતીમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.