Abtak Media Google News
  • ગુજરાત સરકારની અભિનવ પહેલ

  • ૧૮૧ અભયમ્ મોબાઇલ એપનું લોન્ચીંગ કરતા મુખ્યમંત્રી

  • ગૂગલ પ્લેસ્ટોર  એપલ એપસ્ટોર પરી એપ ડાઉનલોડ કરી શકાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ ૧૮૧ અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આ  એપ્લિકેશન સહાયક બનશે.

Img 20180805 Wa0082 1

આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ.ઓ.એસ પરી ડાઉનલોડ કરી શકાય છે. રાજ્ય સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ ૧૮૧ અભયમ મોબાઇલ એપ જીવીકે થઇ એમ આર આઇ ના સહયોગી વિકસાવવામાં આવી છે.  ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબહેન દવે તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ લોન્ચિંગમાં ઉપસ્તિ રહ્યા હતા.

493C1B1C 59Cd 4A3B Bf72 A365Fa130D77

વિજયભાઇ રૂપાણીએ આ સેવાઓનો વ્યાપ વિસ્તારીને જરૂરતમંદ બહેનોને તાત્કાલિક મદદ સેવા મળે તેની તાકીદ કરી હતી.

આ એપ્લીકેશનની ખાસીયત એ છે કે, મોબાઇલ શેકીંગ કરતા (જોરી હલાવતા) પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.

મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી  મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશામાં લેટ લોંગ (લેટ-લોગ્સ) સાથે મળી જશે, જેથી  ટેલીફોન કાઉન્સીલર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરૂરીયાત મુજબ રેસ્કયુકાર્ય થશે.

Img 20180805 Wa0077 1

આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસકયુવાન કે પોલીસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરૂપ બનશે તેમજ એપ્લીકેશન કી મહિલાના મળેલ લોકેશન સાથેની માહિતી તેમના સગા વ્હાલાને ત્વરીત મોકલી શકાશે જેથી મહીલાને શોધવાના સમયનો બચાવ થશે.

મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો એપ્લીકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે.

મહિલા ઘટના સ્થળ વિશે માહિતી આપી શકે તેમ ના હોય તો પેનીક બટન દબાવતા ઘટના સ્થળની એપ્લીકેશનના માધ્યમી માહિતી હેલ્પલાઇનને પહોચી જશે.  એપમાં ૧૮૧ બટન દબાવતાની સાથે મુશ્કેલી સ્થિતિમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક એસએમએસી સંદેશ મળી જશે.

પ૦,૯રપ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ મુલાકાત અને કાઉન્સેલિંગ કરી કેસનો નિકાલ કરેલ છે.

૨૪,૨૦૬ જેટલી મહિલાની સમસ્યા ગંભીર મપ્રકારની ધ્યાન ઉપર આવતા તેને પોલીસ સ્ટેશન, નારીગૃહ, હોસ્પિટલ, એનજીઓ, પ્રોટેકશન ઓફિસર, મફત કાનૂની સલાહ કેન્દ્ર જેવી વિવિધ સંસ્થાઓ સુધી રૂબરૂ રેસકયુવાન દ્વારા પહોચાડી લાંબાગાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ રૂપ બનેલ છે.

રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુકત અને ત્વરિત પહોંચાડવા માટે ડીજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાનો લાભ મહિલાને મુશ્કેલ સ્થિતિમાં સત્વરે અને અદ્યતન ટેકનોલોજી મારફતે મળી રહે તે માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવાની અદ્યતન મોબાઇલ એપ્લીકેશન અનેક વિધ ફાયદા સાથે તૈયાર કરવામાં આવી છે.

ગાંધીનગર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત અર્બન કો.ઓપરેટીવ બેંક ફેડરેશન દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા સહકાર સેતુ ૨૦૧૮ કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે, કો.ઓપ. સેકટરમાં સભાસદોનોઅવાજ હંમેશા સર્વોપરિ જ હોવો જોઈએ તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતે સહકારી ક્ષેત્રના વિકાસ દ્વારા સમગ્ર દેશને રાહ ચીંધ્યો છે. ત્યારે સહકારી ક્ષેત્રે વાસ્તવમાં સહકારી અને સહાયકારી બની રહે તે જરૂરી છે.

ગુજરાતમાં કો.ઓપરેટીવ બેંકોએ લોકો વધુનો વધુ વિશ્વાસ સંપાદિત કર્યો છે. તેવું ભારપૂર્વકનો જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, રાજયમાં કો.ઓપરેટીવ બેંકો દ્વારા બાવન હજાર કરોડ રૂપીયાની ડિપોઝીટ એકઠી કરાઈ છે, તે જ દર્શાવે છે કે આ ક્ષેત્ર ગુજરાતમાં વધુને વધુ મજબુત બની રહ્યું છે. સહકારી બેંકોએ ગુજરાતનાં માત્ર આર્થિક વિકાસમાં જ નહી પરંતુ સામાજીક ઉત્કર્ષમાં પણ શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. તેની નોંધ લેતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતુકે, સહકારી પ્રવૃત્તિ ગુજરાતીઓના ડીએનએમાં છે, અર્બન કો.ઓપ. બેંકો હંમેશા નાના માણસો માટે આશાનું કિરણ બની રહી છે.

કેટલાક કઠોર નિર્ણયો સમયની માગં હોય છે. તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સહકારી બેંકોની સમસ્યાઓ પરત્વે રાજય સરકાર હંમેશા હકરાત્મક વલણ જ ધરાવે છે. અને સમસ્યાના ઉકેલ માટે રાજય સરકાર ઝડપથી કાર્યવાહી કરશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્થાપિત હિતોને કારણે સહકારી બેંકોને નુકશાન ન થવું જોઈએ એમ ભારપૂર્વક જણાવ્યું હતુ.

દેશભરની સહકારી બેંકો એક છત્ર હેઠળ આવે તેની હિમાય કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સભાસદોના સહકારથી જેમ બેંક મજબૂત થાય છે. તેવી જ રીતે જુદી જુદી સહકારી બેંકોનાં સહિયારા સહયોગથી જ એક બેંક વધુને વધુ મજબુત બનશે સરકારી બેંકોની તુલનામાં સહકારી બેંકો નાગરીકોની વધુ નજીક હોય છે. તેમ જણાવી મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માત્ર બેંક ખાતા ખોલવા માટે પણ ઝુંબેશ ચલાવવી પડે છે. ત્યારે સહકારી બેંકો હંમેશા નાના માણસોની બેંક બની રહી છે. આવા સંજોગોમાં સહકારી બેંકોનાં સહકારથી જ બધી સરકારી બેંકોનું અસ્તિત્વ જળવાશે તેમણે આ દિશામાં પરિણામલક્ષી મંથન કરવા ઉપર ભાર મૂકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.