Abtak Media Google News

અબોલ પશુઓની નિકાસ અને મીટ એક્ષપોર્ટ બંધ કરાવવા અંગેની રજુઆત બાદ ત્વરીત કાર્યવાહી કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા રાજકોટના જીવદયા પ્રેમીઓ

આજરોજ કંડલા બંદર ખાતેથી જીવંત પશુઓને અરેબિયન દેશો તરફ જહાજો મારફતે રવાના કરવાના હતા. જે અંગે રાજકોટનાં જીવદયા પ્રેમીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરતા તેઓએ ગુજરાતમાંથી જીવતા પશુઓની હત્યા માટે નિકાસ નહીં થવા દેવાની ખાતરી આપીને કચ્છનાં અધિકારીઓને તુરંત જ સુચનાઓ આપી દીધી હતી. મુખ્યમંત્રીના જીવદયાના આ અભિગમ બદલ જીવદયાપ્રેમીઓએ તેમનો આભાર વ્યકત કર્યો હતો. આ અંગે વિસ્તૃત વિગત આપવા જીવદયા પ્રેમીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ટુના ટર્મિનલ, કંડલા પોર્ટ ખાતેથી જીવંત પશુઓ અરેબિયન દેશો તરફ નિકાસની પ્રક્રિયા આજે થવાની હતી ત્યારે આ ભારતની પુણ્ય ભૂમિ પરથી આવી કોઈ પણ જીવંત અબોલ જીવોની હિંસાની ક્રુર-હિંસક યોજના કયારેય પણ અમલમાં ના આવે તેવી બુલંદ માંગણી જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચંદ્રકાંતભાઈ શેઠ, મિતલ ખેતાણી, મયુરભાઈ શાહ, પ્રણવ શાહ, અભય શાહ તેમજ સમગ્ર ગુજરાત અને ભારતના જીવદયાપ્રેમીઓએ કરી હતી.

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગે કચ્છના અધિકારીઓને તાત્કાલિક આદેશ આપી આ એક્ષપોર્ટ અટકાવવા સુચના આપી હતી અને તેની જાણ પણ જીવદયાપ્રેમીઓને કરી હતી. આ નિકાસ મુલત્વી રહે તે માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત-પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના જીવદયાપ્રેમી આગેવાનોએ પણ સક્રિય રસ લીધો હતો.

ગુજરાતમાંથી જીવતા અબોલ પશુઓની નિકાસ તેમજ મીટ એક્ષપોર્ટ બંધ કરાવવા અંગે ત્વરીત કાર્યવાહી કરવા બદલ જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર ચંદ્રકાંતભાઈ શેઠ, મિતલ ખેતાણી, ઈશ્વરભાઈ દોશી, પ્રવિણભાઈ કોઠારી, રાજેન્દ્રભાઈ શાહ, પ્રતિક સંઘાણી, સંજયભાઈ મહેતા, મયુરભાઈ શાહ, મિલનભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવીયા, રાજુભાઈ શાહ, ડોલરભાઈ કોઠારી, રમેશભાઈ ઠકકર, ઉપેનભાઈ મોદી, કમલેશભાઈ શાહ, ધી‚ભાઈ કાનાબાર, ધીરેનભાઈ ભરવાડા, રાજીવભાઈ ઘેલાણી, કપીલભાઈ શાહ, રચીતભાઈ શાહ, મનોજભાઈ ડેલીવાળા, નિલેશ દોશી, અમિત દેસાઈ, રાહુલ મહેતા, ચંદ્રેશભાઈ પટેલ, પ્રકાશભાઈ મોદી, મીલનભાઈ મીઠાણી, નિશાબેન, હેમાબેન પારસભાઈ મોદી, હિનાબેન સંઘવી, શોભનાબેન, છાયાબેન, નિધીબેન શાહ, દર્શનબેન કેતન સંઘવી, જયેશભાઈ, કમલભાઈ, ભુપેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, સેતુરભાઈ દેસાઈ, કુલદીપભાઈ, યશ શાહ, આશીષભાઈ, યોગેશભાઈ શાહ, આશીષ વોરા, હરેશભાઈ શાહ, કાર્તીક દોશી, પ્રકાશભાઈ શાહ, અવધેશ સેજપાલ, સી.પી.દલાલ, કૌશિકભાઈ વિરાણી સહિતના જીવદયા પ્રેમીઓએ માન્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.