Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં

રાજકોટ ઠાકોર સાહેબ અને આર.કે.સી. પ્રેસીડેન્ટ માંધાતાસિંહજીના વડપણ હેઠળ પ્રથમ વાર્ષિક ઐતિહાસિક આયોજન

કેબીનેટ મંત્રી ભાનુબેન, કુંવરજીભાઇ, રાઘવજીભાઇ, સાંસદ મોહનભાઇ, રામભાઇ અને ઘારાસભ્યો સહિતના મહાનુભાવો રહેશે ઉ5સ્થિત

રાજ્યની ઐતિહાસિક ધરોહર  અને રાજકોટનું ઘરેલુ ગણાતી રાજકુમાર કોલેજનો 153 મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ તારીખ 21 શનિવારે સાંજે પાંચ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને  રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ માંધાતાસિહજી જાડેજાના ઉપસ્થિતિમા  ભવ્ય રીતે ઉજવવામાં આવશે.વધુ વિગત મુજબ રાજાશાહીના યુગમાં  રાજવીઓના સંતાનો  માટે અભ્યાસની સાથે ઉત્તમ સંસ્કાર, સંસ્કૃતિ અને વહીવટી કુશળતા માટે રાજકોટની મધ્ય રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.

Advertisement

રાજકુમાર કોલેજે વિવિધ ક્ષેત્રે અનેક  વિભૂતિઓ આપેલી છે. જેથી રાજકોટનું નામ દેશ અને દુનિયા માં ગુંજતું થયું છે. રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ તરીકે રાજકોટ રાજ પરિવારને પ્રથમ વખત ફાળે આવ્યું છે.ત્યારે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા ની વડપણ હેઠળ 153 મો વાર્ષિક ઇનામ વિતરણ સમારો તારીખ 22 ને શનિવારે સાંજે પાંચ કલાકે રાજકુમાર કોલેજના પટ્ટાગણમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

એન્ડેવર 2023 ના પ્રદર્શનમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન બનાવેલ કલાકૃતિઓ રજુ કરવામાં આવશે. જેમાં વિઘાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે પ્રિય લોક વિલાસથી ધોરણ 1ર સુધીના વિઘાર્થીઓના વાલી ગણ ઉ5સ્થિત રહેશે તેમાં વિદ્યાર્થી હેડ બોય તેજ સોલંકી અને હેડ ગર્લ આર્ય ગઢવીના વાલીઓ દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે.  કાર્યકમા રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, કુવરજીભાઈ બાવરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા ,રાજ્યસભાના રામભાઈ મોકરીયા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ અને રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ,સહિતના રાજકીય અને સામાજિક અગ્રણી અને  રાજા- મહારાજાઓ ની પ્રેરક ઉપસ્થિતિમા વાર્ષિક સમારોહમાં  ગોલ્ડ મેડલ,  સર્ટીફીકેટ  ઓવરઓલ ડેવલોપમેન્ટ અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દીપી ઊઠે તે માટે ટ્રસ્ટી મંડળના નેજા હેઠળ પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.