Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાનો શિક્ષણ ઇતિહાસ પુસ્તકમાં કંડારાશે

શિક્ષણ અંગેની માહિતી મોકલવા અનુરોધ

શિક્ષણનગરનું સુરેન્દ્રનગર જિલ્લાના કેળવણીના ઇતિહાસને પુસ્તકમાં કંડારવા નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાની આ શિક્ષણ યાત્રાને ર૦ લાખ લોકો વાંચશે.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે એક બેઠક યોજવામાં આવી હતી તેમાં સુરેન્દ્રનગરના કેળવણીના ઇતિહાસને લખવાનું પુસ્તક રૂપે પ્રસિઘ્ધ કરવાનું નકકી કરાયું છે. શહેર જિલ્લાની શિક્ષણ યાત્રાને પુસ્તકમાં કંડારવાની કવાયત હાથ ધરાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ ક્ષેત્રે ભવ્ય ઇતિહાસ ધરાવે છે. વઢવાણ, ધ્રાંગધ્રા, પાટડી, લીંબડી, હળવદ, લખતર વગેરે રાજયોમાં રાજાઓએ કેળવણીની શરૂઆત કરી હતી બાદમાં આઝાદી પહેલા, અંગ્રેજોના શાસન અને લોકશાહીમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયેલી બેઠકમાં પ્રાચાર્ય સી.ટી. ટુંડીયા, ચંદ્રકાંતભાઇ વ્યાસ, દશરથસિંહ બથવાર, તૃપ્તિબેન આચાર્ય, મુકેશભાઇ બદ્રકીયા, પંકજ ત્રિવેદી, ડી.એમ. વાવેરા વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના કેળવણીનો ઇતિહાસ લખવા અને પુસ્તક સ્વરૂપે પ્રસિઘ્ધ કરવા ચર્ચા વિચારણા થઇ હતી. જેમાં બાલ મંદિરથી કોલેજ સુધીના શિક્ષણ, સંસ્થાઓનું યોગદાન, શિક્ષકોની કેળવણીની ચર્ચા વિચારણા થઇ હતી.પ્રાચાર્ય ટુંડીયાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજાશાહી, અંગ્રેજ શાસન અને લોકશાહી દરમિયાન શિક્ષણની માહિતીના ઇતિહાસ અંગે માહીતી ધરાવતા શિક્ષકો કે જાણકારોને માહિતી મોકલવા અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.