Abtak Media Google News

યાત્રાની તારીખથી લઈ ૧૮૦ દિવસ સુધી પૂરેપૂરૂ રિફંડ અપાશે

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ પર ટિકિટોનું ક્રમબધ્ધ રીતે રિફંડ અપાઈ રહ્યું છે. રેલ પ્રશાસન દ્વારા યાત્રિકોને રિફંડ આપવા રાજકોટ સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટરના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આ કાઉન્ટર રિફંડ આપવા માટે સવારે ૮ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી ખૂલ્લુ રહેશે. જોકે ટિકિટ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

૨૨ માર્ચથી લઈ ૩૦ જૂન ૨૦૨૦ દરમ્યાન રેલવે દ્વારા રદ થયેલી ટ્રેનોની ટિકિટ પર મુસાફરીની તારીખથી ૧૮૦ દિવસ સુધી યાત્રિકોને પૂરેપૂરૂ રિફંડ આપવામાં આવશે. કોવિડ ૧૯ વાયરસના ભય વચ્ચે સ્ટેશનો પર રિફંડ લેવા આવતા મુસાફરોને ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે. રિફંડ લેવામાં ઉતાવળ ન કરવી તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા રેલવે દ્વારા અનુરોધ કરાયો છે.

રાજકોટ મંડળના ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, ભકિતનગર, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર સ્ટેશનો પર રિઝર્વ બેંકએ દરરોજ સવારે ૮ વાગ્યાથી બપોરે ૨ વાગ્યાસુધી રિફંડ ક્રમબધ્ધ રીતે આપવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.
જેમાં તા.૨૨/૩ થી ૩૧/૩ સુધીની યાત્રાનું રિફંડ તા.૨૫/૫ થી ૩૧/૫ દરમ્યાન, ૧/૪ થી ૧૪/૪ સુધીની યાત્રા માટે ૧/૬ થી ૬/૬ દરમ્યાન રિફંડ, ૧૫/૪ થી ૩૦/૪ ની યાત્રા માટે ૭/૬ થી ૧૩/૬ સુધી રિફંડ,૧/૫ થી ૧૫/૫ સુધીની યાત્રા માટે ૧૪/૬ થી ૨૦/૬ દરમ્યાન રિફંડ, ૧૬/૫ થી ૩૧/૫ સુધીની યાત્રાનું રિફંડ ૨૧/૬ થી ૨૭/૬ તેમજ ૧/૬ થી ૩૦/૬ સુધીની મુસાફરીનું રિફંડ તા. ૨૮/૬ થી આપવામા આવશે. મુસાફરોને ઉપરોકત સમય મુજબ રિફંડ લેવા આવવા અનુરોધ કરાયો છે.
ઓખા પરથી ૧૦૨ મુસાફરોને રૂ.૮૧૯૪૫ દ્વારકા ખાતેથી ૩૬ મુસાફરોને રૂ.૧૬૩૮૫, જામનગરમાં ૬૩૭ યાત્રિકોને રૂ. ૪૩૧૪૨૫, રાજકોટના ૮૨૬ મુસાફરોને રૂ. ૬૫૫૯૯૫, વાંકાનેરના ૨૨૯ મુસાફરોને રૂ. ૧૮૦૮૭૦ તેમજ સુરેન્દ્રનગરના ૪૧૯ મુસાફરોને રૂ. ૨૭૩૭૯૫ રૂપિયાનું રિફંડ ગઈકાલના રોજ ચૂકવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.