Abtak Media Google News

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) ઝડપથી 20 રૂપિયાની નોટ બહાર પાડશે. કેન્દ્રીય બેન્કના જણાવ્યા પ્રમાણે, 20 રૂપિયાની નવી નોટ નવા ફીચર્સની સાથે બજારમાં આવશે.

મોદી સરકારે 8 નવેમ્બર 2016એ નોટબંધી કરી 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આરબીઆઈ મહાત્મા ગાંધી સિરિઝની નવી નોટી ઈસ્યુ કરી ચુકી છે. જૂની નોટથી તે નોટ આકાર અને રંગમાં બિલકુલ અલગ છે.

રીઝર્વ બેન્ક અત્યાર સુધીમાં 10,50, 500 સિવાય 200 અને 2000 રૂપિયાની નોટ ઈસ્યુ કરી ચૂકી છે. આરબીઆઈ ડેટા બેન્કના જણાવ્યા પ્રમાણે, માર્ચ 2018 સુધીમાં દેશમાં 20 રૂપિયાની 10 અબજ નોટ પ્રચલનમાં છે.

માર્ચ 2018 સુધીમાં કરન્સીના 9.8 ટકા મૂલ્યની 20 રૂપિયાની નોટ ચલણમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.