Abtak Media Google News

કોરોનાની ત્રીજી નહીં પણ આવનારી તમામ લહેર સામે બચવા “રસીકરણ” અનિવાર્ય!!

પાંચ મહિનામાં ભારતમાં રસીના 200 કરોડ ડોઝ ઉત્પાદિત થઈ જશે

વેક્સિન પરની પેટન્ટ હટતા વિદેશી કંપનીઓ ભારતમાં રસીના ઉત્પાદન માટે આગળ આવશે: નીતિ આયોગ

કોરોના વાયરસની પેલી, બીજી કે આવનારી કોઈ પણ લહેર સામે જો બચવું હોય તો ગાઈડલાઈનનું કડકપણે પાલન અને સાવચેતી ઉપરાંત રસી જ લેવી હાલ એક મોટા અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. કોરોના સામેના જંગમાં જીતવું હોય તો રસી જ જાદુઈ છડી હોય તેમ મોટાભાગના તમામ દેશોમાં વેક્સિનેશન ડ્રાઈવ જોરોશોરમાં ચાલી રહી છે. અમેરિકા, ઈઝરાયેલ જેવા દેશોમાં તો મોટાભાગની વસ્તીને ડોઝ અપાઈ ચુક્યા છે. વેક્સિનેશનની આ જ આયોજનબદ્ધ ઝુંબેશે આ દેશોને કોરોના સામે સુરક્ષિત કરી દીધા છે. ત્યારે હવે ભારતમાં આગામી ત્રીજી લહેરના ભય વચ્ચે રસીકરણ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવી અનિવાર્ય બની છે. જે તરફ સરકારે મહત્વનું ધ્યાન દઈ તમામ લોકોને રસી આપવાની કવાયત વધુ ઝડપથી હાથ ધરી દીધી છે. જેના ભાગરૂપે ભારતમાં ઓગસ્ટથી ડિસેમ્બર માસ સુધીમાં 217 કરોડ સરકારી “ડોઝ” અપાશે. અને આ વર્ષના અંતમાં સંપૂર્ણ ભારત કોરોના કવચથી સજ્જ થઈ જશે.

Screenshot 1 12

કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને લઈને મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે ભારતમાં આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે કોવિડ રસીના 200 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ થઈ જશે. જે સમગ્ર વસ્તીને રસી આપવા માટે પૂરતા હશે. કેન્દ્ર તરફથી ખાતરી આપવામાં આવી છે કે ઘણા રાજ્યો રસીની અછત સાથે ઝઝૂમી રહ્યા છે, જેના કારણે દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ધીમું થઈ ગયું છે. જેને હવે વધુ ઝડપી બનાવી 217 કરોડનો “બુસ્ટર ડોઝ” અપાશે. નીતિ આયોગનઆ સભ્ય વી.કે. પૌલે કહ્યું કે પાંચ મહિનાનાં ગાળામાં ખાસ ભારતીયો માટે 217 કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ થઈ જશે જે દેશમાં જ ઉત્પાદિત થશે. ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે, લગભગ 75 કરોડ ડોઝ કોવિશિલ્ડ અને 55 કરોડ ડોઝ કોવેક્સિનના ઉપલબ્ધ કરવામાં આવશે. જ્યારે બાકીના ડોઝ અન્ય માન્યતા પ્રાપ્ત રસીના હશે. તેમણે કહ્યું કે, રશિયાની સ્પુટનિક-ટ પણ આગામી સપ્તાહ સુધીમાં બજારમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. સ્પુટનિક રસીના દોઢ લાખ  ડોઝની એક શિપમેન્ટ અગાઉ જ દેશમાં આવી પહોંચી છે. આ ઉપરાંત બાયોલોજીકલ- ઈ રસીના 30 કરોડ ડોઝ, ઝાયડસ કેડિલા 5 કરોડ, સીરમ ઇન્સ્ટિટ્યૂટના નોવાવેક્સના 20 કરોડ ડોઝ અને ભારત બાયોટેકની નસલ રસીના 10 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. જ્યારે જેન્નોવાના 6 કરોડ ડોઝ અને સ્પુટનિક-ટના 15.6 કરોડ ડોઝ ઉપલબ્ધ બની જશે.

જણાવી દઈએ કે બાયોલોજિકલ ઇ, ઝાયડસ કેડિલા, જેન્નોવા, ભારત બાયોટેકની નસલ રસી હજુ ક્લિનિકલ ટ્રાયલ્સના વિવિધ તબક્કામાં છે. વિદેશી રસીઓ ફાઈઝર, મોડર્ના અને જહોનસન એન્ડ જોહ્ન્સન વિશે માહિતી આપતા વી.કે. પૌલે જણાવ્યું કે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સરકાર આ કંપનીઓ સાથે સંપર્કમાં છે. ટૂંક સમયમાં તે ઉપલબ્ધ થઈ જશે. આ વિદેશી કંપનીઓ શું ભારતમાં રસીનું ઉત્પાદન કરશે ? સ્થાનિક ઉત્પાદકોને ભાગીદારો મળશે ? એ પ્રશ્ન પૂછતા વી.કે. પોલે જણાવ્યું કે “અમે (તેમને) આમંત્રણ આપીએ છીએ. તેઓ અહીં રસી બનાવે, ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા સ્થાનિક કંપનીઓ સાથે બનાવવામાં આવે. નવી વ્યૂહરચના હેઠળ, એટલે કે રસી પરની પેટન્ટ હટતા આ ઉત્પાદન પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે. વિદેશી કંપનીઓ આગળ આવશે અને ભારત સરકાર આ માટે શક્ય તમામ ટેકો આપીશું

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.