Abtak Media Google News

સેલ્સમેન, હોમડિલિવરી, રેડી સ્ટોક વેચાણ માટે પસંદગી કરવામાં આવશે ‘અબતક’ને અપાઈ વિશેષ વિગતો

યુવાનોને રોજગારી આપવા પતંજલી સંસ્થાન દ્વારા આગામી તા.૨૩ થી ૨૭ સુધી પાંચ દિવસ સ્વાવલંબી શિબિર યોજાશે. જેમાં યુવાનોને રોજગારલક્ષી તાલીમ અપાશે. ભારત સ્વાભિમાન ટ્રસ્ટના દક્ષિણ ગુજરાતના રાજય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલે ‘અબતક’ને જણાવ્યું હતું કે, દેશના યુવા ભાઈ-બહેનો માટે સ્વામી રામદેવજી મહારાજે પતંજલિના માધ્યમથી સ્વરોજગાર-સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ યુવાઓ ૮ હજારથી ૧૫ હજાર સુધીની રોજગારી મેળવી શકે તેવું આયોજન છે. આ યોજના હેઠળ સેલ્સમેનની કારકિર્દી બનાવ માંગતા હોય તેવા ૧૮ થી ૪૦ વર્ષની વયના જ‚રીયાતવાળા લોકોને જિલ્લાવાર તુરંત ૪૦ થી ૫૦ સેલ્સમેન તેમજ હોમડિલિવરી, રેડી સ્ટોક વેચાણ માટે ૫૦ થી ૧૦૦ની સંખ્યામાં પતંજલિ સંસ્થાના નિયમ અનુસાર પસંદ કરવામાં આવશે. આ અંગેની શૈક્ષણિક લાયકાત ધો.૧૨ અને તેથી ઉપર ગ્રેજયુએટ-પોસ્ટ ગ્રેજયુએટનું કોઈપણ શિક્ષણ મેળવેલ હોવું જરૂરી છે. આ ઉપરાંત પોતાનું વાહન ડ્રાઈવીંગ લાયસન્સ જરૂરી છે. જે યુવાઓ દરરોજ સવારે નિયમિત એક કલાક યોગશિબિર લઈ શકે તેવા લોકોની જ પસંદગી થશે.

સ્વામીજીએ આવા યુવાનોની પસંદગી કરવા માટે દેશભરમાં તમામ જિલ્લાઓમાં એકી સાથે આગામી તા.૨૩ જુનથી ૨૭ જુન પાંચ દિવસની યુવા સ્વાવલંબી શિબિરનું આયોજન કર્યું છે. રાજકોટ જિલ્લાની શિબિર સ્થળ વિજય પ્લોટમાં આવેલા અવંતીભાઈ લોધા કોમ્યુનિટી હોલમાં તા.૨૩ના સવારે પાંચ વાગ્યાથી અલગ-અલગ ત્રણ થી ચાર સેશનમાં આવાસીય શિબિર છે. આખો દિવસ હાજર રહેવાનું રહેશે. આ શિબિરનું રજીસ્ટ્રેશન ફરજીયાત છે.

શિબિરમાં જોડાવા માંગતા ભાઈ-બહેનો પતંજલિ મેગા સ્ટોર, પંચાયતનગર ચોક, યુનિવર્સિટી રોડ રાજકોટ ફોન નં.૦૨૮૧ ૨૫૭૦૪૮૦ તેમજ પતંજલિ ચિકિત્સાલય, બાલાજી હોલની સામે બેંક ઓફ બરોડાની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ મો.૮૪૬૦૦ ૯૯૯૪૦ તથા પતંજલિ ચિકિત્સાલય, ભકિતનગર સર્કલ પાસે ફોર્મ મેળવીને ભરવા. આ ઉપરાંત નટવરસિંહ ચૌહાણ જિલ્લા પ્રભારી ૯૮૨૪૮ ૪૦૯૧૭, યોગગુરુ કિશોરભાઈ પઢીયાર ૯૨૨૭૪ ૪૧૧૩૦૯, પદ્માબેન રાચ્છ ૯૯૦૪૯ ૩૮૩૩૧ રણજીતસિંહ સીસોદીયા ૯૯૨૫૦ ૩૭૨૪૬, કૌશિકભાઈ ભટ્ટ, દિપક રાવલ અને હેમાંગભાઈ પુરોહતનો સંપર્ક કરી માહિતી મેળવી શકાશે. પ્રભુદાસભાઈ મણવર, નીતિનભાઈ કેશરીયા, હર્ષદભાઈ યાજ્ઞિક, જગદીશભાઈ ભાલારા, નિશાબેન ઠુંમર, કિશોરભાઈ રાઠોડ, ખોડુભા, જયોતિબેન પરમાર, મમતાબેન ગુપ્તા, ગીતાબેન સોજીત્રા વિગેરે હોદેદારો, યોગ શિક્ષક તથા કર્મઠ કાર્યકર્તાઓ તથા પતંજલિ માર્કેટીંગ સ્ટાફ જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.