Abtak Media Google News

કચ્છથી કોરોનાના દર્દીને અમદાવાદ  લઈ જવાઈ રહ્યા હતા તે વેળાએ  રસ્તામાં સર્જાયો અકસ્માત 

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધારો થતાં અનેક જિંદગીઓ મોતમાં હોય છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામ માલવણ હાઇવે ઉપર અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે અકસ્માતના પગલે વિરમગામ માલવણ હાઇવે ઉપર અનેક લોકોના મોત નિપજ્યા છે.

Advertisement

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામ માલવણ હાઇવે ઉપર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે ત્યારે કોરોના ના દર્દીઓ ને કચ્છ થી લઇ જતી એમ્બ્યુલન્સ અને માલવણ પાસે અકસ્માત નડ્યો છે ત્યારે માલવણ પાસે બંધ પડેલ ટ્રક પાછળ એમ્બ્યુલન્સ પહોંચી જતા ઘટના સ્થળેજ બેના મોત નીપજ્યા છે જ્યારે  બે લોકો નો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના માલવણ વિરમગામ હાઈવે ઉપર નાના-મોટા રોજ અકસ્માત સર્જાતા હોય છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત એ બે લોકોના જીવ લીધા છે.

સૂત્રો પાસે થી મળતી વિગત અનુસાર કોરોનાના દર્દીને લઈ જતી કચ્છની એમ્બ્યુલન્સને માલવણ નજીક અકસ્માત નડતાં બે ના મોત:રસ્તા ઉપર ઊભેલી ટ્રક અકસ્માતનું કારણ બની છે.દર્દી સહિત 2 નો આબાદ બચાવ

કોરોનાના દર્દીને વધુ સારવાર માટે ભુજથી અમદાવાદ લઇ જતી એમ્બ્યુલન્સને માલવણ વિરમગામ પાસે નડેલા અકસ્માતમાં બે ના જીવ ગયા હતા. ભુજના મોહમ્મદી ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માલવણ વિરમગામની વચ્ચે વડગામ ગામ પાસે રસ્તા ઉપર ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ભુજના બે યુવાનો ચાલક ધવલ વિનય જોશી (ઉ. 28), કંપાઉન્ડર શહેજાદ અનવર સમા (ઉ.25) ના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે દર્દી અને તેમાં પરિવારજન એ બંનેનો આબાદ બચાવ થયો હતો.

ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ વિરમગામ હાઈવે ઉપર અકસ્માતના પગલે એમ્બ્યુલન્સ માં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે ત્યારે હાહાકાર મચી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે માલવણ વિરમગામ હાઈવે ઉપર અકસ્માતના પગલે છેલ્લા છ માસમાં 32 જીંદગીઓ મોતનાં હોય છે ત્યારે એમ્બ્યુલન્સને વધુ એક અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે બે લોકોના મોત નિપજ્યા છે ત્યારે આજુબાજુના ગામ નો ઘટનાસ્થળે દોડી ગયા છે અને બચેલ બંને વ્યક્તિઓને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

માલવણ વિરમગામ હાઈવે ઉપર બંધ પડેલી ટ્રકના ચાલકને ના દેખાતા પાછળથી એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ અને ઘટના સ્થળે લોકોના મોત નિપજ્યા.

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ વિરમગામ હાઈવે ઉપર વધુ એક અકસ્માત સામે આવ્યો છે એમ્બ્યુલન્સ નો અકસ્માત સર્જાયો છે ત્યારે માલવણ વિરમગામ હાઈવે ઉપર આગળ બંધ પડેલી ટ્રકના ચાલકને ના દેખાતા પાછળથી એમ્બ્યુલન્સ ચાલકે ધડાકાભેર ટ્રક સાથે એમ્બ્યુલસ અથડાઇ છે. ત્યારે આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજ્યા છે ત્યારે આજુબાજુના ગ્રામજનો માં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.