Abtak Media Google News

“ચોખી છો…….?!.”  12 કે 13 વર્ષ ની અલ્લડ ઉમર માં જ્યારે આ પ્રશ્ન નવો નવો મારા જીવન માં આવ્યો ત્યારે હું ખુબજ ચિડાઇ જાતિ. નાનપણ થી જ પોતાને પૂરતું માન આપવાની આદત,એટલે જ્યારે કોઇ ચાર દિવસ પૂરતું પણ મને અછૂત કે અશુદ્ધ માની લેતું તો મારૂ નાનકડું feminist મન દુભાઈ જતું.

Advertisement
Mhm Banner1
mhm

ધીરે ધીરે ઉમર ની સાથે સમજ પણ વધી…. ત્યારે મારા ધ્યાન માં આવ્યું કે લોકો મને નહીં પણ કુદરતે આપેલા સૌથી પવિત્ર અને કદાચ સૌથી શક્તિશાળી વરદાન ને અશુદ્ધ ગણે છે. મારી ચીડ ત્યારે ગુસ્સામાં અને ગુસ્સાથી વિચાર માં બદલી. શું આમ કરી મને અપમાનિત કરવાનો પ્રયાસ થાય છે? પણ મારા જ પરિવાર કે મિત્રોને મને અપમાનિત કરી ને શું મળી શકે…? થોડી વધરે observation skills અને બુદ્ધિ વાપરવાની ક્ષમતા સુધારી તો ખબર પડી કે મારૂ ધ્યાન રાખવાનો પ્રયાસ થાય છે…પણ મારી તબિયત નું નહીં મને પાપ ના લઈ જાઈ એનું. જ્યારે સમજાણું કે માસિક ધર્મ ને લઈ ને તેમનું વર્તન ખરાબ નહીં પણ ખોટી વિચાર ધારા નું પરિણામ છે તો મન આપો આપ શાંત થઈ ગયું. પ્રોબ્લેમ સમજાણી પણ સોલ્યુસન સામે નોહતું અને જ્યારે આવું થાય ત્યારે એક પગ પાછળ ખેંચી લેવો એ જ સમજદાર માણસ ની નિશાની છે. તો આનો રસ્તો શું…? આનો રસ્તો એ જ છે જે બાકી બધી પ્રોબ્લેમ્સ નું સોલ્યુસન છે…… જ્ઞાન, સાચું જ્ઞાન…. અને એ થી પણ વધારે જરૂરી વૈજ્ઞાનિક જ્ઞાન…

મને મારી કુદરતે બક્ષેલી આ શક્તિની ઓળખ મારા છઠા ધોરણના ટીચરએ આપેલી અને ખાલી મને જ નહીં આખા class ને , પૂરા ગર્વથી અને વિગતવાર. એનું પરિણામ એ આવ્યું કે જ્યારે હું અને મારા જેવી અણસમજુ છોકરીઑ પહેલી વખત puberty ના આંગણે ઊભી તો ડર્યા , ગભરાયા કે કોઈ પણ જાતની embarrassment અનુભવ્યા વગર. દુઃખ અને નવાઈની વાત ફક્ત એટલી જ છે કે એ મારા ગુજરાતી ના ટીચર હતા સાયન્સ ના નહિં

મને હજી યાદ છે… એમણે કહેલું કે જ્યારે પહેલી વખત માસિકની પીડા નો અનુભવ કરો તો કોઈ મીઠાઇ ખાઈને ઉજવજો ભગવાને તમારું ચયન કર્યું છે કે સમય આવતા તમે કોક ના જીવન ની સૌથી મોટી ખુશી ના સ્ત્રોત બની શકસો.

એમના પછી કદાચ જ એવું કોઈ વ્યક્તિ મને મળ્યું હોય જેમનામાં માસિક ધર્મ ને લઈ ને આટલી જાગૃતતા હોય. મને લાગ્યું કે આ વર્તુળ ફક્ત સામાન્ય વર્ગ નો છે કે જેમની પાસે આના વિષે જાણકારી મેળવના વધારે સ્ત્રોત કે સાચું માર્ગદર્શન નથી, સરકારી સ્તરે કે પોતાને self awakened અને ભણેલો ગણેલો માનતો વર્ગ આ દિશા માં જાગરુકતા ફેલવામાં કાઇ પણ બાકી નહીં રાખતું હોય એવી મને આશા હતી.

“ Padman” જેવી મૂવી આવ્યા પછી તો પૂરો વિશ્વાસ હતો 28th may નું મહત્વ અને પ્રચાર “વુંમેન્સ ડે” જેટલો જ વધસે. આ જ આશા માં મેં ગઈ કાલ ના પાંચ થી છ છાપા વાચી જોયા, wattsapp પર status ચેક કર્યા, અરે…! કલાક બેસી ને અલગ અલગ ન્યુસ ચેન્નાલો પણ ફેરવી કાઢી પણ ક્યાય  28th may નું નામોનિશાન ન હતું. એટલેજ મેં આ આર્ટિક્લ લખવા માટે એક દિવસ ની રાહ જોઈ કે જ્યારે એમ કહું કે માસિક ધર્મ પ્રતિએ આપણી જાગરુકતા નહિવત બરાબર છે તો એ અતિશયોક્તિ ના લાગે. અત્યારે પણ આ article વાંચતાં ઘણાં બધા લોકો એવા હસે જેમને 28th may ની કોઈ પણ જાણકારી નહીં હોય ,પછી એ સ્ત્રી હોય કે પુરુષ. તો ચાલો જાણીએ 28th may નું મહત્વ.

28th may માં “28” બે માસિક વચ્ચે ના અઠયાવીસ દિવસ ના ગાળા ને દર્શાવે છે. German સ્થિત NGO, WASH UNITED એ આ દિવસ ને આખી દુનિયા માં “MENSTRUATION HYGIENE DAY” તરીકે 2014 થી ઉજવવાનું ચાલુ કર્યું. આ મુહિમ આખી દુનિયામાં માં “Menstruation (માસિક ) hygiene” પ્રતિએ ની જાગૃતતા વધારવા ના ધ્યેય થી થયેલી, જે ઘણી બધી countries જેમકે “India, Nepal, Pakistan અને Uganda માં નહિવત પ્રમાણ માં છે. જેના મૂળભૂત ચાર કારણો છે 1) આને માટે લગતા ખર્ચ, 2) માસીક hyegine ને માટે ઉપયોગ માં આવતા પ્રોડક્ટસ ની ઉપ્લભ્તા અને સમાજ માં માસિક ધર્મ પ્રતિએ જાગૃતતા  આ ચાર વસ્તુ નો અભાવ.

હિંદૂ ધર્મ પ્રમાણે ઇન્દ્ર એ વૃતરસ નામના બ્રામ્હણ વધ કરેલો જેનું પ્રાયશ્ચિત કરવાની જવાબદારી સ્ત્રીઓ દર મહિને માસિક ના સ્વરૂપે પોતાના પર લીધી અને આજે પણ ભારત નો મોટો વર્ગ આ ચાર દિવસ સ્ત્રીઓ ને અશુદ્ધ ગણી તેમની સાથે અછૂત જેવો વ્યહવાર કરે છે. પરંતુ વિજ્ઞાને એ સાબિત કરી બતાવ્યુ છે કે, દર મહિને સ્ત્રી ને ગર્ભ ના રહતા તેના સ્ત્રી બીજ “ Mentruation flow”  નું રૂપ ધારણ કરે છે.

“ excess blood loss ” ને લીધે ઘણી વખત સ્ત્રીયો માં IRON ની deficiency એટલે કે અછત જોવા મળે છે જે anemia ( લોહી અથવા હેમોગ્લોબિન નું પ્રમાણ ઘટવું ) જેવી બીમારી નું મૂળભૂત કારણ હોઈ શકે છે.

માસિક ના દિવસો દરમિયાન સ્વસ્થ્ય સાચવવા નીચે દર્શાવેલ નિયમો નું પાલન જરૂરી છે.

  • સ્ત્રીઑએ પોતના ખાવામાં એવા ખોરાક નું સેવન નિયમિત રાખવું જે માં iron ની માત્રા સારી હોય જેમ કે ગોળ, ખજૂર વગેરે વગેરે એક સર્વે પ્રમાણે નિયમિત ગોળ ના સેવન થી iron deficiency ના chances ઘણા ઓછા રહે છે.
  • માસિક ને રોકવા કુણા અને સાફ કપડાં નો ઉપયોગ કરવો જે દર પાચ કે છ કલાક ના વપરાશ પછી ફેરવી નાખી સાફ કરવું.
  • દર બે કે ત્રણ માસિક ચક્ર પછી નવા કાપડ નો ઉપયોગ કરવો॰
  • માસિક માટે ઘણા બધા પ્રોડક્ટ માર્કેટ માં છે જેમકે pads, menstruation cup, tampon
 Pads, Menstruation Cup, Tampon
pads, menstruation cup, tampon

વગેરે વગેરે જે વાપરવામાં ઘણા સહેલા છે અને સ્વસ્થ્ય માટે પણ કાપડ કરતાં સારો ઓપ્શન છે પણ આને વાપરતી પેહલા gynecologist પાસે થી સલાહ આને વાપરવાનું સાચું માર્ગદર્શન મેળવાવું.

  • ઘણી સ્ત્રીઓ માસિક દરમિયાન પીડા અસહ્ય હોવા છતાં ડોક્ટર ની સલાહ લેવાનું ટાળે છે જે કોઈ પણ પરિસ્થિતી માં ના થવું જોઈએ.
  • માસિક દરમ્યાન Cramps ની પીડા ઓછી કરવા નીચે પ્રમણે યોગા પોઝિસ મદદરૂપ થઈ શકે છે…
    1.Cobbler’s pose ( બદ્ધ કોનાસન કે butterfly pose ),

What You Should Know Before You Do This Asana

2. head to knee pose ( જનું શીર્ષાસન ) , Head To Knee Pose
3. seated straddle ( ઉપવીષ્ઠ કોનાસન )

Head To Knee Pose

બસ MHD( menstruation hygenine day) પણ આજ બધી નાની નાની બાબત વિષે જાણકારી ફેલાવા અલગ અલગ જગ્યાએ ઘણી બધી events organize કરે છે. 2017 માં ફક્ત india માં જ 67 events યોજવામાં આવેલી.

Menstruation વિષે સાચી સમજ અને જાગૃતતા ફેલાવવા હાથ માં pad લઈ જગ્યાએ જગ્યાએ ફરવાની જરૂર નથી પણ સંવેદનશીલ અને સિષ્ટાચાર ભર્યા વર્તુળ ની જરૂર છે અને આ સ્ત્રી અને પુરુષ બંનેને નાનપણ થી જ માસિક ધરમ વિષે સાચી જાણકારી આપવા થી થશે. ત્યાં સુધી બધી સ્ત્રીઑ ને મારા તરફ થી happy delayted menstruation day  #bleedhealthy.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.