Abtak Media Google News

પ્લાસ્ટીક મુક્ત રાજકોટ અભિયાનનો આરંભ: વોર્ડ વાઈઝ રેલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશથી રાજકોટ શહેરને મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે  “શ્રમ દાન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. જેમાં શહેરના તમામ વોર્ડમાં રેલી નું આયોજન તથા સિંગલ યુઝ પ્લોસ્ટી્ક દાન સ્વીકારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૧૮૨ શહેરીજનોએ ૧૦૭૫ કિલો પ્લાસ્ટીક જમા કરાવયું હતું.

‘શ્રમ દાન દિવસ’ દરમ્યાન વોર્ડ નં. ૧૦માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લાસ્ટીક દાનનો સ્વીકાર  કરવામાં આવેલ. જેમાં મેયર બિનાબેન આચાર્ય, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા તેમજ  જી.ટી,સ્કુલ, તથા સિંહાર સ્કુલ સાથે ૨૫૫ શહેરીજનો જોડાયા હતા તેમજ ૬૬ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

ઉપરાંત વોર્ડ નં.૮ માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લાસ્ટીકનું દાન સ્વીકારવામાં આવ્યું હતું જેમાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ કમિશ્નર ચેતન ગણાત્રા, કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયા, આરોગ્યએ અધિકારી, નાયબ પર્યાવરણ, વોર્ડ ઓફિસર, અજયભાઈ પટેલ (ન્યુ, એરા સ્કુીલ),  અલ્કાચબેન કામદાર વિગેરે મહાનુભાવો તેમજ સોજીત્રા શોપિંગ સેન્ટેર એસોસિએશન, માઘવ વાટિકા શોપિંગ સેન્ટ) એસોસિએશન, રાજહંસ સોસાયટી, સમર્પણ સોસાયટી, ગુલાબ નગર સોસાયટી, રિલાયન્સે મોલ વિગેરે સંસ્થાઓ સાથે ૩૬૦ શહેરીજનો જોડાયા હતા તેમજ ૯૯ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું. દરમ્યાન મ્યુનિ. કમિશનરે ન્યુએરા સ્કુલ ખાતે છાત્રોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા પ્રશિક્ષિત કાર્ય હતા.

વોર્ડ નં.૧માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લા સ્ટીવકનું દાન સ્વીકારવામાં આવ્યું હતું જેમાં વોર્ડ ઓફિસર, આસી. પર્યાવરણ ઈજનેર, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, રસીકભાઇ, જયદીપસિંહ જાડેજા તેમજ પ્રા. શળા નં- ૯૦, ડિવાઇન સ્કુલ, નવજીવન સ્કુલ, કેતન વિધાલય વિવિધ સંસ્થા સાથે ૨૮૦ શહેરીજનો જોડાયા હતા, તેમજ ૬૦ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં.૨માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લાસ્ટીક દાનનો સ્વીકાર કરાયો હતો. જેમાં કોર્પોરેટર મનિષભાઇ રાડીયા, કોર્પોરેટર જૈમીનભાઇ ઠાકર, કોર્પોરેટર દર્શીતાબેન શાહ, રાજેન્દ્રસિંહ ગોહેલ, જયસુખભાઇ પરમાર તેમજ ચાણકય સ્કુલ તથા સેન્ટ ગાર્ગી સ્કુલ સાથે ૩૦૦ શહેરીજનો જોડાયા હતા તેમજ ૭૫ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં. ૪માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લા સ્ટીમકદાન સ્વીકારાયું હતું જેમાં જીતુભાઇ ધોળકીયા (ધોળકીયા સ્કુલ), તથા ખોડાભાઇ તથા લલીતભાઇ તેમજ ધોળકીયા સ્કુલ તથા શક્તિ સો.સા. તથા સોમનાથ સો.સા. સાથે ૪૦૦ શહેરીજનો જોડાયા હતા તેમજ ૧૪૫ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં. ૫માં વોર્ડ નં.૫ના નાગરીકો, સફાઇ કામદાર, આર.ટી.ઓ. ઓફીસ સ્ટા ફ દ્વારા વોર્ડ ઓફીસે પ્લાએસટીક જમા કરાવેલ તથા બ્રહ્માકુમારી સંસ્થા., શાળા નં ૩૨ તથા સંત જ્ઞાનેશ્વર શાળા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સાકરીયા, અરવિંદભાઈ ભેસાણીયા, પૂર્વ ઝોન નાયબ ઈજનેર, વોર્ડ નં ૫ વોર્ડ ઓફીસર તેમજ આર.ટી.ઓ ઓફીસ, પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થા , શાળા નં ૩૨, સંત જ્ઞાનેશ્વર શાળા સાથે ૫૬ શહેરીજનો જોડાયા હતા, તેમજ ૬૫ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં.૬માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લા્સ્ટી કદાન  સ્વીકારાયું હતું. જેમાં વોર્ડ ઓફિસર અને પ્રા. શળા નં- ૧૩ સાથે ૬૨ શહેરીજનો જોડાયા હતા તેમજ  ૨૨ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં.૧૧માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લાાસ્ટી કદાન સ્વીકારાયું હતું. જેમાં વોર્ડ ઓફિસર, આસી. પર્યાવરણ ઈજનેર, અને સતકારપ્રા. શાળા બાલાજી હોલ વેપારી એશોસેશીયન સાથે ૪૦૦ શહેરીજનો જોડાયા હતા તેમજ ૧૦૫ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં.૧૨માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લાસ્ટીકદાનનું દાન સ્વીકારાયું હતું.જેમાં નાયબ પર્યાવરણ ઈજનેર, લાલજી ભાઈ (ટસ્ટ્રી તપોવન સ્કુવલ) તથા સાહિલભાઈ (મેનેજરશ્રી સર્વોદય સ્કુાલ) તેમજ તપોવન સ્કુલલ સર્વોદય સ્કુશલ ઉદયનગર પ્રા. શાળા, પુનિત નગર પ્રા. શાળાસાથે ૫૦૦ શહેરીજનો જોડાયા હતા તેમજ ૧૧૭ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં. ૧૫ માં શ્રમદાન દ્વારા સીંગલ યુઝ પ્લાુસ્ટીકક એકઠું કરવામાં આવ્યું હતું જેમાં જેંતીભાઈ ચાવડા, સામજીક કાર્યકર અને પ્રા. શળા નં- ૭૬ તથા વિવેકાનંદ સ્કુલ સાથે ૧૨ શહેરીજનો જોડાયા હતા અને ૬ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં. ૧૬ માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લા્સ્ટીરકદાન સ્વીકારાયું હતું. જેમાં  હારૂનભાઇ નકાણી, મહેશભાઇ વાઘેલા, અકબરી દર્શીતભાઇ તેમજ જ્ઞાનોદય વિધાલય સાથે ૫૭ શહેરીજનો જોડાયા હતા તેમજ ૯૦ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં.૧૮માં રેલીનું આયોજન તથા સિંગલ યુઝ પ્લા સ્ટીમકદાન સ્વીકારાયું હતું. જેમાં મગનભાઇ ગધેથરીયા તથા સુરેશભાઇ બોધાણી  અને  સત્યપ્રકાશ વિધાપીઠ સાથે ૧૦૦ શહેરીજનો જોડાયા હતા તેમજ ૯૫ કી.ગ્રા. પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.