Abtak Media Google News

 

જિલ્લા કલેક્ટર તંત્રને અત્યાર સુધીમાં 8520 અરજીઓ મળી, 8374 અરજીઓનો નિકાલ, 146 અરજીઓ પેન્ડિંગ

અબતક, રાજકોટ :

રાજકોટ જિલ્લામાં કોરોના સહાયની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં જિલ્લામા અત્યાર સુધીમાં 41.87 કરોડની કોરોના સહાયનું ચુકવણું કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર તંત્રને અત્યાર સુધીમાં 8520 અરજીઓ મળી છે. 8374 અરજીઓનો નિકાલ થયો છે. અને 146 અરજીઓ પેન્ડિંગ રહી છે.

રાજકોટ જિલ્લામાં કોરોના સહાયની કામગીરી હાલ ચાલી રહી છે. જે સંદર્ભે ગઈકાલે સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગ પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં થયેલી કામગીરીની વિગતો જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની 8520 અરજીઓ આવી છે. જેમાંથી 8374 અરજીઓનો નિકાલ થયો છે. હાલ 146 જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે. આમ જિલ્લામાં અત્યાર સુધીમા રૂ. 41.87 કરોડની કોરોના સહાયનું ચુકવણું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લો કોરોના સહાયની કામગીરીમાં અગ્રસ્થાને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.