Abtak Media Google News

ગુરુકુલ પરિસરમાં નીકળેલી ભવ્ય પોથી યાત્રા ગુજરાતના ગવર્નરના  હસ્તે કન્યાઓને શિક્ષણ સહાય અપાશે

પવિત્ર શ્રાવણ માસમાં, મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં, પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાનિધ્યમાં ૪૩માં જ્ઞાનસત્ર પ્રસંગે, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોથી ભરપુર સત્સંગિજીવન ગ્રન્થની કથાનો પ્રારંભ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે પ્રારંભ યો છે.

જ્ઞાનસત્ર દરમ્યાન દરરોજ સવારે સ્વામી સર્વમંગળદાસજી સ્વામી, સ્વામી કુંજવિહારીદાસજી સ્વામી,  વેદાંતસ્વરુપદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી, વિશ્વવિહારીદાસજી સ્વામી, ભક્તવત્સલદાસજી સ્વામી, ભકિતવેદાંતદાસજી સ્વામી, શ્રુતિવલ્લભદાસજી સ્વામી, ધર્મનંદનદાસજી સ્વામી વગેરે કથામૃતનું પાન કરાવશે.

43Th-Birth-Anniversary-Of-Shastri-Madhav-Pariyadasji-Swami
43th-birth-anniversary-of-shastri-madhav-pariyadasji-swami

સત્રના પ્રારંભે ગુરુકુલ પરિસરમાં ભવ્ય પોથીયાત્રા નિકળેલ. જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા. સત્સંગીજીવન ગ્રન્થનો મહિમા જણાવતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીજીએ જણાવેલ કે આ ગ્રન્થ સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ છે. જેના લેખક ભગવાનનો હૃદગત અભિપ્રાય જાણનારા શતાનંદ મુનિ છે. ગ્રન્થના લેખન બાદ ભગવાન સ્વામિનારાયણે તે ગ્રન્થ વાંચી સાંભળીને પ્રશંસા કરી છે.

સત્સંગીજીવન ગ્રન્થ એટલે વિશ્વના તમામ આત્માઓનાં અંધારા ઉલેચનાર જ્યોત સમાન છે. આ ગ્રન્થ તો આકાશમાં ઉદય પામેલા ઝળહળતા સૂર્ય સમાન છે. સ્વયં સંત શિરોમણિ મુક્તાનંદ સ્વામીએ આ સત્સંગીજીવન માહાત્મ્યમાં આ ગ્રન્થને સૂર્યની ઉપમાં આપેલ છે.

જ્ઞાનસત્ર અંતર્ગત ચિંતનભાઇ શાસ્ત્રી શ્રીમદ્ ભાગવતમાં ભક્તિયોગ વિષે પ્રેઝન્ટેશન, નિરવભાઇ જાની ઉપનિષદ ઉપર પ્રેઝન્ટેશન, હાર્દિક જોષી રામાયણમાં દાંપત્યજીવન વિષે પ્રેઝન્ટેશન, ભગીરથભાઇ ત્રિવેદી સોળ સંસ્કાર વિષે પરિયય આપશે. શામજી ભગત વચનામૃતમાં નામ મહિમાનો પરિચય આપશે.

રવિવારના રોજ સાંજે પ કલાકે ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગૌરી પૂજન અંતર્ગત ક્ધયાઓને શિક્ષણ સહાય અપાશે. જ્ઞાનસત્ર દરમ્યાન વચનામૃત સ્પર્ધા, વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, રક્તદાન કેમ્પ, રાસોત્સવ, ભીખુદાનભાઇ ગઢવી દ્વારા લોકડાયરો, બાલિકાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.