નાટુ-નાટુ ગીત પર એક- બે નહિ 50 કારે કર્યો ડાન્સ, જુઓ વીડીયો

ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ સમગ્ર દેશ પર નાટુ-નાટુનો જાદુ છવાઈ ગયો છે. આ ગીત પરના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ ગીત પર ન્યૂ જર્સીથી એક નવો વીડિયો સામે આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે કોઈ સ્ટાર કે સેલિબ્રિટી ગીત પર ડાન્સ નથી કરી રહી, પરંતુ આ વખતે કારની લાઈટો આ ગીતની ધૂન પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ગીતની ધૂન પર ટેસ્લાનો લાઈટ શો

આ વીડિયો RRR મૂવીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્કિંગમાં 50 જેટલી કાર પાર્ક કરવામાં આવી છે. આ દરમિયાન નાટુ-નાટુ ગીત વાગે છે. આ ગીતની ધૂન પર તમામ કારની લાઇટ સમયસર ઝબકી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે.

યુઝર્સે આપ્યો વીડીયોને પ્રતિસાદ

 

આ ગીતને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, ‘ટેસ્લા લાઇટ શો! ન્યૂ જર્સીમાં ઓસ્કાર-વિજેતા ગીતના બીટ સાથે લાઇટ કેવી રીતે સમન્વયિત થાય છે તે અહીં છે. આ પ્રેમ માટે મારા હૃદયથી આભાર. વીડિયો પર યુઝર્સ તરફથી ખૂબ જ રસપ્રદ કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘ભારત માટે ગર્વની વાત છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘અમેઝિંગ વ્યૂ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આનો શ્રેય માત્ર અને માત્ર રાજામૌલીને જાય છે.’

નાટુ-નાટુ  ગીતને હાલમાં જ 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. જુનિયર એનટીઆર અને રામચરણે આ ગીત પર શાનદાર ડાન્સ કર્યો છે. આ બંને સ્ટાર્સે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.