Abtak Media Google News

‘અબતક’ના અહેવાલનો પડઘો

પાલિકા પ્રમુખે લાલ આંખ કરી તત્કાલીક કામનો પ્રારંભ કરાયો

ઉપલેટાથી ધોરાજી જતા માર્ગ પર રેલ્વેના ઉપ ઉપર સિમેન્ટ રોડમાં વચ્ચોવચ્ચ 60 ફૂટ જેટલો લાંબો ભૂવો પડી જતા અનેક વાહન ચાલકો આ ભૂવાનો ભોગ બન્યા હતા. આ બાબતે ગત 22 જૂને ‘અબતક’માં “સાવધાન ઉપલેટામાં અકસ્માત ઝોન” હેઠળ અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. તેનું ગઇકાલે ભૂવાની મરામત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

શહેરના મોજ નદીના પુલ આગળ આવેલ રેલ્વેના પુલ ઉપર દોઢ વર્ષ પહેલા બનેલ સિમેન્ટ રોડમાં રોડની વચ્ચે 60 ફૂટ જેટલો લાંબો ભૂવો પડી ગયેલ હતો. તેને કારણે ઘણા વાહન ચાલકો પડી જવાના બનાવો બન્યા હતા. આ અહેવાલ ‘અબતક’ દૈનિકમાં પ્રસિદ્વ થયા બાદ પાલિકા પ્રમુખે તાત્કાલીક કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી બે દિવસમાં ભૂવાને બુરી દેવો અથવા ડિપોઝીટની રકમ ઝપ્ત શા માટે ન કરવી આવી આકરી કાર્યવાહી કરવાની ચિમકી આપતા ગઇકાલે કોન્ટ્રાક્ટરે આ ભૂવાને બૂરી દેવાની કામગીરી યુદ્વના ધોરણે શરૂ કરી દીધી હતી. આજથી વાહન ચાલકોને વાહન ચલાવવા સરળ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.