Abtak Media Google News

પ્રવેશ ફાળવાયેલા 62985 પૈકી 56749 વિદ્યાર્થીઓનો પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 73287 બેઠક પર પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 62985 વિદ્યાર્થીઓનો પ્રવેશ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકી 4 ઓગષ્ટના રોજ પ્રવેશ ક્ધફર્મ કરાવવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 56749 વિદ્યાર્થીના પ્રવેશ ક્ધફર્મ થયા હતા. જ્યારે 6000 જેટલા વિદ્યાર્થીએ પ્રવેશ લીધો ન હોવાનું જાણવા મળ્યું છે.

પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરટીઈ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે ઓનલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરટીઈની 76287 બેઠક માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કુલ 1,81,162 અરજી આવી હતી. આ અરજીઓની ચકાસણીમાં 16745 અરજી અરજદારોએ જ કેન્સલ કરી હતી.

જ્યારે ચકાસણી વખતે ડોક્યુમેન્ટ તથા અન્ય મુદ્દાને લઈ 25857 અરજી રિજેકટ થઈ હતી. આમ આ કાર્યવાહી બાદ 1,38,460 અરજી મંજૂર થઈ હતી. પ્રથમ યાદીમાં સમાવિષ્ટ 62,895 વિદ્યાર્થી પૈકી 56749 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો છે. જ્યારે 5026 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો નથી.

આરટીઈમાં 25000 કરતા વધુ અરજી રિજેકટ થતાં વાલીઓ તરફથી ડોક્યુમેન્ટમાં સુધારો કરવા માટે મુદત આપવામાં આવે તે માટે રજૂઆત કરાઈ છે. આવી રજુઆતના પગલે શિક્ષણ વિભાગ દ્વારા 17 જુલાઈથી 19 જુલાઈ સુધી વાલીઓને અરજીમાં સુધારો કરવાની મુદત આપી હતી. જેથી આ ત્રણ દિવસના સમયગાળામાં અનેક વાલીઓએ અરજીમાં સુધારા કર્યા હતા. રાજ્યમાં આરટીઈની કુલ 73287 બેઠક પૈકી પ્રથમ રાઉન્ડમાં 62000 જેટલી બેઠક પર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. હવે જે વિદ્યાર્થી બાકી છે તે વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.