Abtak Media Google News

મુખ્ય ચાર અધિકારીની જગ્યા ખાલી:નીચેના સ્ટાફ ઉપર જવાબદારીનો બોજ

મોરબી જિલ્લો બન્યા બાદ પણ સરકાર દ્વારા પૂરતો સ્ટાફ ફળવવામાં ન આવતા વિકાસ કામોને અસર પડી રહી છે, મોરબી જિલ્લાની માર્ગ અને મકાન વિભાગની મુખ્ય કચેરીમાં ૬૫% સ્ટાફની અછત વચ્ચે નીચેના અધિકારીઓ પર કાર્યબોજ નાખવામાં આવી રહ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લો બન્યા બાદ થી સરકાર દ્વારા જિલ્લાની અતિ મહત્વની ગણાતી માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં પૂરતો સ્ટાફ ફાળવવામાં ન આવતા હાલ રાગશિયા ગાડા મારફત સરકારી કામો થઈ રહયા છે. માર્ગ અને મકાન વિભાગની એક મુખ્ય અને બે પેટ વિભાગોમાં કુલ ૫૨ કર્મચારીઓનું મહેકમ મંજુર થયેલું છે પરંતુ એ પૈકી ૩૩ જગ્યાઓ ખાલી છે,આશ્ચર્ય તો એ વાતનું છે કે જિલ્લામાં મુખ્ય કાર્યપાલક ઇજનેરની એક જગ્યા મંજુર થઈ છે એ પણ ખાલી છે,હાલમાં  બે પેટા વિભાગ અને સરકીટ હાઉસના મેનેજર સહિતની ચાર જગ્યાની જવાબદારી એક માત્ર શ્રી દોમડિયા શિરે નાખવામાં આવી છે,પરિણામે આ અધિકારીની હાલત કફોડી બની જવા પામી છે. આ ઉપરાંત સિનિયર ક્લાર્કનીબચાર પૈકી બે જગ્યા ખાલી,જુનિયર કલાર્કની આઠ પૈકી પાંચ જગુએ ખાલી,સેક્શન ઓફિસરની ૯ માંથી ૨ જગ્યા ખાલી,મેઈન અસી.ની ૧૬માંથી ૧૫ જગ્યાખાલી,ઉપરાંત પટાવાળા,ચોકીદાર સહિતની જગ્યાઓ ખાલી હોય કામગીરીને ગંભીર અસર પડી રહી છે . આ સંજોગોમાં વિકાસના બંગ ફૂંકતા મીરબીના રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ગતિશીલ,વિકાસશીલ મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચાડે તો જ મોરબીના તૂટેલા,ફૂટેલા માર્ગો અને અન્ય વિકાસ કામો ઝડપી બની શકે એમ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.