Abtak Media Google News

ડી.આઈ.આઈ.ની  91000 કરોડના શેરોની ખરીદી

ભારતીય શેરબજાર માં એફ.આઈ.આઈ. એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ છેલ્લા પંદર મહિનામાં 3,66,000 કરોડ થી વધુ રકમના શેરોનું વેચાણ કર્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં જ 66000 કરોડ થી વધુ રકમના શેરો શેરબજાર માંથી વેંચી નાખી બીજા દેશોમાં રોકાણ કર્યું છે. ભારતીય શેરબજારના ઊંચા વેલ્યુએશન પણ એક મુખ્ય કારણ છે. ઉપરાંત વ્યાજદરો માં થઈ રહેલા વધારાના કારણે પણ એફ. આઈ. આઈ. શેરો વેંચી રહી  છે.

Advertisement

બીજીબાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો એટલે કે ડી. આઈ. આઈ. શેરબજારમા સતત નાણા ઠાલવી રહી છે.  ડી. આઈ.આઈ એ ત્રણ લાખ 91000 કરોડ ના શેરો ની ખરીદી કરી છે. ડી. આઈ. આઈ. શેરો ની મોટા પાયે ખરીદી કરી રહી છે. આ એક મોટુ કારણ છે કે શેરબજાર માં એફ. આઈ. આઈ. સત્તત્ વેચવાલ હોવા છતાં બજાર બહુ ઘટતું નથી. શેરબજારને ટકાવવા માં ડી. આઈ. આઈ. નો મોટો ફાળો છે.

આ ઉપરાંત વ્યક્તિગત રોકાણકારો ની સંખ્યા માં પણ મોટો વધારો થયો છે. જેના કારણે પણ બજાર ટકી રહ્યું છે.

એફ. આઈ. આઈ. ની વેચવાલી બંધ થતાજ શેરબજાર માં મોટો ઉછાળા જોવા મળશે. વ્યાજદરોમા સ્થિરતા આવવા ની સાથેજ્ બજારમાં ફરી રોનક જોવા મળશે.  પ્રાયમરી બજારમાં પણ હાલમાં નીરસતા જોવા મળી રહી છે. કારણ કે ઊંચા પ્રીમિયમ થી કંપની ઓ શેરો ઓફર કરે છે. અને આઈ. પી. ઓ. લાવે છે. જેથી ઇન્વેસ્ટરો ને લિસ્ટિંગ માં કે લિસ્ટિંગ પછી ખાસ કાંઈ કમાવાનું રહેતું નથી.

હાલમાં શેરબજાર માં એસ એમ ઈ આઈ પી ઓ માં ખુબજ સારું વળતર રોકાણકારોને મળી રહ્યું છે. પરંતુ એસ એમ ઈ આઈ પી ઓ ના ભરણા અનેક ગણા થઈ રહ્યાં હોઈ રોકાણકારોને શેરો ની ફાળવણી થતી નથી અથવા ખુબજ ઓછી થાય છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર ખુબજ નજીક ના ભવિષ્ય માં વ્યાજદારો માં સ્થિરતા જોવા મળશે. વ્યાજબી વેલ્યુએશન થવાથી પણ નવું રોકાણ શેરબજાર માં જોવા મળશે. શેરબજાર નવા – નવા શિખરો સર કરશે તેમાં કોઈ શંકા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.