Abtak Media Google News

સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના ડો. પુષ્પાબેન સોમૈયાએ તમામ છાત્રોને સન્માનીત કર્યા

ઓખા નગરપાલીકા હાઈસ્કુલનું ૬૮.૪૨ ટકા પરિણામ જાહેર થતા ઓખા વાલી મંડળમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ઓખામાં ગઈ સાલ કરતા નબળુ પરિણામ આવેલ છે.

આ પ્રસંગે ધો.૧૨ના તમામ વિદ્યાર્થીઓને સન્માન કરતો કાર્યક્રમ ઓખા સર્વોદય મહિલા મંડળના ડો. પુષ્પાબેન સોમૈયા દ્વારા રાખવામાં આવેલ જેનો શુભ પ્રારંભ શાસ્ત્રીજી ગૌરાંગભાઈ જોષીએ શિક્ષણ મંત્રથી કર્યો હતો. ત્યારે ઓખાના મહાજન પ્રમુખ મનસુખભાઈ બારાઈ અને ઓખા ભાજપ શહેર પ્રમુખ મોહનભાઈ બારાઈ તરફથી તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ અને પ્રથમ, બીજા અને ત્રીજા નંબરને રૂ.૫૦૦ના રોકડ પુરસ્કાર મનોજભાઈ થોભાણી, તરફથી આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પ્રથમ નંબર ગોહેલ નૈહા, બીજા નંબરે કુડલીયા દિપાલી તથા ત્રીજા નંબરે બેતારા અહમદયાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઓખા કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સીપાલ અનીલ કુમાર જૈન, ઓખા હાઈસ્કુલના પ્રિન્સીપાલ કાથડ, જાડેજા સાથે વેપારી અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલ ટીચર પુજાબેન દવે અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.