Abtak Media Google News
હળવદ તાલુકો શૈક્ષણિક ક્ષેત્રનુ હબ ગણાય છે અને શિક્ષણ ક્ષેત્રમાં હરણફાળ આગળ વધી રહ્યો છે ત્યારે આજે ધો ૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થયુ હતું. તાલુકાનુ ૬૮.૫૬ ટકા સાથે કુલ ૯૯૮ પાસ થયા છે અને  ૪૬૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જેમાં મહર્ષિ ગુરૂકુલ પ્રથમ નંબર અને દ્રિતીય નંબર મંગલમ વિદ્યાલયે ઝળહળતી સફળતા મેળવી છે.
સમગ્ર રાજ્યમાં આજે જાહેર થયેલાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં હળવદ તાલુકાનું ૬૮.૫૬ ટકા સાથે કુલ ૧૪૫૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૪૪૧ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાથી ૯૯૮ પાસ થયા છે અને ૪૬૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.આજે જાહેર થયેલા પરિણામમાં હળવદ તાલુકાની પ્રથમ નંબર મહર્ષિ ગુરૂકુલમાં અભ્યાસ કરતાં વરમોરા કાર્તિક વિપુલભાઈ ૯૯.૫૪ પીઆર, જ્યારે બીજા નંબરે મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઉમંગ અગ્રાવત ૯૯.૫૦ પીઆર સાથે મેદાન માર્યું છે.તાલુકામાં આવેલા પરિણામથી ક્યાક ખુશી તો ક્યાક ગમ જોવા મળ્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.