Abtak Media Google News

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગૂરૂદેવ રાકેશભાઈની પ્રેરણાથી ભવ્ય નાટકનું નિર્માણ થયુ છે

૨૦૧૯નું વર્ષ છે, સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાના સિધ્ધાંતો આપનાર અને સત્યાગ્રંહ જેવા શસ્ત્રથી આઝાદી અપાવી વિશ્વ ઈતિહાસમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાવનાર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ ! તેમના આ સિધ્ધાંતો આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે, અનુકરણીય છે. અને જીવનને ઉર્ધ્વગામી બનાવવા સક્ષમ છે !

તેમના આ સિધ્ધાંતોને ઉજવતાં વાયકોમ ૧૮ રજૂ કરી રહ્યું છે, એવોર્ડ વિજેતા નાટક યુગપુરૂષ મહાત્માના મહાત્મા આ નાટક વૂટ પર ૧૦મી નવેમ્બરે આખો દિવસ જોવા મળશે.

સત્ય, અહિંસા, ધર્મ, સાદગી, સ્વનિર્ભરતા જેવા અનેક મૂલ્યો, જે ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી ગ્રહણ કર્યા હતા, તેને પૂનર્જીવિત કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપૂરે તેના સંસ્તાપક પૂ. ગૂરૂદેવ રાકેશભાઈની પ્રેરણાથી આ ભવ્ય નાટક યુગ પુરૂષ મહાત્માના મહાત્મા’નું નિર્માણ કર્યું છે ! આ નાટક ટેલિવિઝન પર રજૂ કરવા સિને-પ્લે ફોર્મેટમાં તેના અસલ સંવાદો અને કલાકારો સાથે સાત ભાષાઓમાં ફરીથી બનાવવામાં આવ્યું છે.

આ અંગે ડો. સુધાંશુ સત્સ કહે છે કે એક મિડિયા અને મનોરજન નેટવર્ક તરીકે અમારૂ કાર્ય છે, દરેક કથાને તેના દર્શન સુધી લઈ જવી અને દર્શકને તેની કથા સુધી લઈ આવવો. આ કથા દરેક ભારતીય માટે ખાસ જાણવા જેવી છે અને વર્તમાન ભારતીય પેઢીને કહેવી જરૂરી છે. ગાંધીજીએ વિશ્ર્વભરમાં અનેક પેઢીઓને પ્રેરણા આપી છે અને ‘યુગ પુરૂષ’ દ્વારા અમે તેમની યુવાન બેરીસ્ટરથી મહાત્મા સુધીની યાત્રાને લોકો સમક્ષ લાવી રહ્યા છીએ.

એફકેઝેડ

યુગ પુરૂષ શ્રી મદજી અને ગાંધીજીના પ્રગાઢ આધ્યાત્મિક્સંબંધની રસમય યશોગાથા દર્શાવતું હૃદયસ્પર્શી નાટક છે. પોતાના આધ્યાત્મિક માર્ગદર્શકની પ્રેરણા હેઠળ થયેલ ગાંધીજીની આંતરીક તેમજ બાહ્ય વિકાસયાત્રા આમા અદભૂતીતે દર્શાવાઈ છે. બંને મહાત્માઓને શ્રદ્ધાંજલીરૂપ આ નાટકને પ્રેક્ષકોના અકલ્પનીય પ્રતિસાદ સાંપડયો છે. એક જ વર્ષમાં ૭ ભાષાઓમાં, એક સાતે ૮ ટીમ દ્વારા, વિશ્વભરમાં ૩૧૨ સ્થળોએ ૧૦૬૨ નાટયપ્રયોગો દ્વારા યુગપુરૂષે લાખો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રંગભૂમિની દુનિયાનો એક અનોખો ઈતિહાસ સર્જયો છે ! તેને શ્રેષ્ઠ નાટકનો દાદા સાહબે ફાળકે એકસલન્સ એવોર્ડ ૨૦૧૭, ટ્રાન્સમિડિયા સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડના શ્રેષ્ઠ નાટક , શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સહાયક અભિનેતા એમ ત્રણ પારિતોષીક, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે અલગ એન્ટ્રી પ્રાપ્ત કરી છે. વળી હોલીવુડના ડોલ્બી થિયેટર કે જયાં ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાય છે, ત્યાં ભજવાયેલ પ્રથમ ભારતીય નાટકનું શ્રેટ યુગપુરૂષ ને જાય છે !

શ્રી મદ્ રાજચંદ્ર મિશન ધરમપૂરના પ્રેસીડન્ટ, અભયભાઈ જસાણી કહે છે કે, વાયાકોમ ૧૮ મિડિયા જેવા અગ્રગણ્ય મનોરંજન નેટવર્ક સાથે જોડાવામાં અમે ગર્વ અનુભવીએ છીએ, જે લોકોના જીવનને સ્પર્શતું મનોરંજન પીરસવામાં માને છે. વાયાકોમ ૧૮ દ્વારા થતી યુગપુરૂષની રાષ્ટ્રીય રજૂઆત દર્શકો પર જરૂર હકારાત્મક પ્રભાવ પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.