Abtak Media Google News

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી-જેડાને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત

ગુજરાતે બિન પરંપરાગત ક્ષેત્રે સમયબદ્ધ આયોજન કરીને સૌનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના પરિણામે પવન ઉર્જા ક્ષેત્રે વર્ષ 2019-20 દરમિયાન 1468.45 મેગાવોટની સૌથી વધુ સ્થાપિત ક્ષમતા માટે સમગ્ર દેશમાં ગુજરાત રાષ્ટ્રીયસ્તરે પ્રસ્થાપિત થયું છે. આ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાતની નોડલ એજન્સી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા)ની રાષ્ટ્રીયસ્તરે પસંદગી કરવામાં આવી છે. નવી દિલ્હી ખાતે તા. 15 જૂન-2022ના રોજ ઈંછઊઉઅ-ગઈંઠઊ દ્વારા વાર્ષિક પુરસ્કાર 2021ની ચોથી આવૃત્તિના વિતરણ દરમિયાન કેન્દ્રીય ઉર્જા અને નવીન અને બિનપરંપરાગત ઉર્જા મંત્રી શ્રી આર.કે. સિંઘના હસ્તે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી-જેડાનું પુરસ્કાર આપી સન્માન કરાયું હતું. જેડાના નિયામક શ્રીમતી શિવાની ગોયલે ગુજરાત વતી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નવીન અને બિનપરંપરાગત ઊર્જા મંત્રાલય , નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી તેમજ ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ના સહયોગથી પવન દિવસ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનજીની રજત જયંતિની વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 2030 સુધીમાં બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે 500 ગીગાવોટનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. મે-2022 સુધીમાં ભારતે 40.6 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપિત કર્યું છે જે વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. માર્ચ-1998માં સ્થપાયેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી સંસ્થા, પવન ઉર્જા ઉત્પાદન માટે દેશમાં તકનીકી કેન્દ્રીય બિંદુ છે, જેનું સંશોધનોના મૂલ્યાંકન, ધારાધોરણો, પ્રમાણપત્ર અને કામગીરીનું મૂલ્યાંકન, કૌશલ્ય વિકાસ વિગેરેમાં મહત્વનું યોગદાન રહ્યું છે. આ વર્ષે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી સંસ્થાએ તેની સ્થાપનાના 25માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

પવન ઉર્જાના વિકાસને ઉજાગર કરવા માટે 15મી જૂનને વૈશ્વિક પવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વૈશ્વિક પવન દિવસ અને ગઈંઠઊની સ્થાપનાના 25મા વર્ષની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.