Abtak Media Google News

રોજીંદા જીવનમાં આપણે ક્યારેય આપણી સુવાની સ્થિતિ પર ધ્યાન આપતા હોતા નથી  . આપણે બધાને અલગ અલગ રીતે સુવાની ટેવ હોય છે . તમને ખબર છે? સુવાની સ્થિતિ અને વ્યક્તિત્વના લક્ષણો વચ્ચે પણ સંબંધ છે .સુવાની સ્થિતિ ફક્ત આનુવંશિકતા દ્વારા નક્કી કરવામાં આવતી નથી પણ તે આપણી રોજિંદી જીવનશૈલીથી પણ પ્રભાવિત થાય છે .

યુરોપિયન જર્નલ ઑફ પર્સનાલિટીમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં સુવાની સ્થિતિ અને વ્યક્તિત્વના લક્ષણો વચ્ચેના જોડાણનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં સુવાની પેટર્ન પર જ્ઞાનની વૃદ્ધિ થઈ રહી છે  તે અંગે વાત કરવામાં આવી છે જે સૂચવે છે કે આપણી સુવાની શૈલી આપણા સાચા વ્યક્તિત્વ પર અસર કરે છે .

બાજુ સુવાની સ્થિતિ :

જો તમે એક બાજુ પર સૂઈ જાઓ છો તો તમે એક સરળ વ્યક્તિ છો અને તમે કોઈ પણ સાથે સરળતાથી વાતચીત કરી શકો છો.

ગર્ભ સુવાની સ્થિતિ:

Sleeping Pose 1

ગર્ભની સુવાની  સ્થિતિમાં સૂવું એ નબળાઈ અને જાગતા જીવનની સમસ્યાઓથી ડિસ્કનેક્ટ થવાની વૃત્તિ દર્શાવે છે .જો તમે બાળકની જેમ વાંકા વળીને સૂઈ જાઓ છો, તમે કઠિન બાહ્ય દેખાવ ધરાવો છો સાથે સાથે તમે અંતર્મુખી છો અને તમારી પાસે  નિર્ણય લેવા માટે સંતુલિત અભિગમ છે.

ફ્રીફોલ સુવાની સ્થિતિ :

Pose 2

ફ્રીફોલ સૂવાની સ્થિતિ એટલે કે જો સુતા વખતે એવું અનુભવો છો કે આકાશમાંથી પડી રહ્યા છો તો  તમે આનંદ-પ્રેમાળ વ્યક્તિ છો.

પાછળ સુવાની સ્થિતિ :

Pose 4

જો તમારી પાછળ ફરીને સૂવાની સ્થિતિ છે તો તમે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવો છો , જીવનમાં આવેલી મુશ્કેલીનો  સામનો કરી  શકો  છો અને  શાંત રહેવાનું વલણ રાખો છો. તમે  બોલતા પહેલા વિચારવાનું પસંદ કરો છો અને આ પ્રકારના લક્ષણો તમારા  લક્ષ્યોને અનુસરવા અને વળગી રહેવા માટે તમને પ્રેરિત કરે છે .

 સ્ટાર ફિશ સુવાની સ્થિતિ:

Star Fish Sleeping Pose

સ્ટાર ફિશની જેમ  સૂવાની સ્થિતિ સૂચવે છે કે તમે મિત્રતા અને સંબંધોને મહત્ત્વ આપો છો. અન્યની પીડા પ્રત્યે સહાનુભૂતિ  તમે સારી રીતે અનુભવો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તેના પર ઝૂકવા માટે  તૈયાર છો

પેટ પર સુવાની સ્થિતિ :

Screenshot 2 60

પેટ પર સુવાની સ્થિતિ દર્શાવે છે કે તમે એક સીધાસાદા વ્યક્તિ છો અને તે તમારી મુક્ત-સ્પિરિટીને દર્શાવે છે. જો કે, તમારે કઠોર ટીકાને  ઘણી વખત કાબુ કરવી પડશે . તમે મનોરંજક, રમતિયાળ અને ખુલ્લા મનના વ્યક્તિ છો. આશાવાદી દૃષ્ટિકોણ જાળવી રાખો છો અને તમે તેજસ્વી બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તમારી પાસે આવેગજન્ય આદતો, અસુરક્ષા અને આત્મવિશ્વાસનો અભાવ છે.

આ બધી સૂવાની સ્થિતિ પરથી કહી શકાઈ કે ક્યાંકને ક્યાંક  આપણા વ્યક્તિત્વ પર તે અસર કરે છે . રોજીંદી જીવનશૈલીમાં પણ તે ખુબ જ અસર કરે છે. આપણે ક્યારેય સુવાની  સ્થિતિ પર ધ્યાન નથી આપતા  કેમ કે આપણને એની અસર વિષે ખબર જ નથી . આ અઠવાડિયે તમે જે ઊંઘ મેળવી રહ્યા છો તેની ગુણવત્તા પાંચ વર્ષ પછી તમારા વ્યક્તિત્વની જાણ કરશે એટલે આપણે તે ધ્યાન રાખવું જોઈએ કે કયા પ્રકારની સુવાની સ્થિતિ આપણા માટે ફાયદાકારક છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.