Abtak Media Google News

પ્રથમ ખુંટ રાહુલને ૯૯.૦૩ પીઆર, દ્વિતીય જેઠવા જાનવી ૯૭.૬૨ પીઆર

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુલ કન્યા-કુમાર વિદ્યાલય દ્રોણેશ્વરનું ૨૦૧૯ માં લેવાયેલ એસ.એસ.સી.પરીક્ષાનું પરિણામ, ભગવત કૃપા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પુરુષાર્થથી પરિણામ ઝળહળતુ ૯૪ ટકા આવેલ છે. જેમાં ૧૪૫ કન્યા અને કુમારોએ પરીક્ષા આપેલ.

Advertisement

સત્સંગ પ્રચારાર્થે અમેરિકા અને કેનડા વિચરણ કરી રહેલ ગુરુકુલ અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ગુરુકુુલ ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી અને શાળાના આચાર્ય મહેશભાઇ જોષીએ સફળ છાત્રોને શુભાશીર્વાદ સાથે પ્રોત્સાહિત કર્યા હતા.

શાળામાં પ્રથમ ક્ધયાઓ : જેઠવા જાનવી, સેંજલિયા પ્રિયાંશી, સખરેલિયા હેત્વી, ઘીનૈયા માનસી, કાનાણી ખુશી        શાળામાં પ્રથમ પાંચ કુમારો ખુટ રાહુલ, રાજાણી સ્મિત, ચાવડા મહિપત, ડાંગોદરા મહિપત અને ધાનાણી જીલે ઝળહળતી સફળતા મેળવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.