Abtak Media Google News

રાજકોટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦નું પરીણામ જાહેર કરાયું છે. સમગ્ર રાજયનું ૬૭.૫૦% પરીણામ જયારે રાજકોટ જીલ્લાનું ૭૫.૯૨% પરીણામ જાહેર થયું છે. રાજકોટની શુભમ સ્કૂલનું દબદબાભેર પરીણામ ૯૬.૨૮% જાહેર થયું છે.

શુભમ સ્કૂલના ધો.૧૦ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા અવધેશભાઈ

1 92અબતક સાથેની વાતચીત દરમિયાન શુભમ સ્કૂલના ડિરેકટર અવધેશભાઈએ જણાવ્યું કે ધો.૧૦નું ઓવરઓલ રીઝલ્ટ ૬૭.૫૦% જયારે શુભમ સ્કૂલનું ૯૬.૨૮% આવેલ છે. એ-૧ ગ્રેડમાં ટોટલ ત્રણ વિદ્યાર્થીઓ શુભમ સ્કૂલના છે અને ૯૦ પીઆર ઉપર અંદાજે ૮૫ થી ૯૦ વિદ્યાર્થીઓ છે. બાળકોના સારા પરિણામને કારણે હું ખુબ જ ખુશી અનુભવું છું. આખા વર્ષ દરમિયાનની વિદ્યાર્થીઓની મહેનતનું આ પરીણામ છે. અમારી સ્કુલની વિશેષતા એ છેકે કોઈપણ જાતના બાળકોએ ટયુશનમાં જવાની જ‚ર પડતી નથી. ટયુશન વગર જ સ્કૂલનું શ્રેષ્ઠ પરીણામ આવ્યું છે. વધુમાં સંદેશો આપતા કહ્યું કે બધાનું સારું જ રિઝલ્ટ આવ્યું હશે. કયારેક કોઈકની આશા પુરી ન થઈ હોય તો હતાશ થવાની જરૂ‚ર નથી અને આવતા વર્ષે વધુ મહેનત કરી પરીણામ ખુબ સારું આવી શકે છે.

સ્કૂલની અને શિક્ષકોની મહેનતથી ૯૯.૫૨ પીઆર મેળવ્યા: વિવેક કંડોલીયા

2 66અબતક સાથેની વાતચીત દરમિયાન શુભમ્ સ્કૂલના વિદ્યાર્થી વિવેક કંડોલીયાએ જણાવ્યું કે તેનું ૯૯.૫૨ પીઆર આવ્યા છે તે સ્કૂલ પ્રથમ આવેલ છે. આજે હું ખુબ જ ખુશ છું. કારણકે કાલે સાંજ સુધી મને જરા પણ એવું લાગતું ન હતું કે મારો નંબર આવશે અને આટલા સારા પીઆર આવશે. આગળ હવે સાયન્સ લાઈન લઈને એ ગ્રુપ લેવા માંગુ છું. બધા એમ કહેતા હતા કે આ વખતનું ગણિતનું પેપર અઘરું છું. મેં જયારે પેપર જોયું તો મને તે અઘરું લાગ્યું નહોતું. મારે તેમાં ૯૦ માર્કસ આવ્યા અને મને એમ લાગ્યું કે મારી તૈયારી થોડી ઓછી હતી. સ્કુલનો અમને ખુબ જ સારો સપોર્ટ મળ્યો છે. વધુમાં જણાવ્યું કે જે લોકો ૧૦માં ધોરણમાં આવ્યા છે તેઓ જરા પણ ડર ન રાખે અને નિર્ભયતાથી ભણે કારણકે રિઝલ્ટ દર વર્ષે અનએક્ષપેકટેબલ હોય છે.

મહેનત રંગ લાવી: પ્રદિપ રાઠોડ

3 56અબતક સાથેની વાતચીત દરમિયાન શુભમ સ્કૂલના વિદ્યાર્થી પ્રદિપએ જણાવ્યું કે મારે ૯૯.૧૭ પીઆર આવ્યા છે. મારો સ્કૂલમાં ત્રીજો નંબર આવેલ છે તેથી હું બહુ ખુશ છું કારણકે જે પ્રમાણે મહેનત કરી હતી. તે મુજબનું જ રિઝલ્ટ આવ્યું છે. ખાસ કરીને જણાવું કે સ્કૂલ તરફથી અમને ખુબ જ મહેનત કરાવવામાં આવી છે તેનું જ આ પરિણામ છે ઘરે પણ મહેનત કરતા આગળ સાયન્સ લાઈન લઈને એ ગ્રુપ રાખીને પીએચડી કરવું છે. જે બાળકો ધો.૧૦માં આવવાના છે તેમને પ્રેસરથી અભ્યાસ ન કરવો જોઈએ. તમે કેટલો સમય અભ્યાસ કરો છો તે મહત્વનું નથી. તમે કેવી રીતે કરો છો તે મહત્વનું છે.

ભવિષ્યમાં સાયન્સમાં સાથે જોડાઈશ: પાર્થ વાછાણી

4 42અબતક સાથેની વાતચીત દરમિયાન શુભમ સ્કૂલના ધો.૧૦ના વિદ્યાર્થી વાછાણી પાર્થએ જણાવ્યું કે, તેને ૯૯.૩૯ પીઆર આવ્યા છે તેનો સ્કૂલમાં બીજો ક્રમ આવ્યો છે. ધાર્યા કરતા ખુબ જ સારું પરીણામ આવ્યું છે સ્કૂલ તરફ અમને ઘણો સારો સ્પોર્ટ મળ્યો છે. આગળ તે સાયન્સમાં ગ્રુપ એ રાખીને એમએસસી કરવા માંગે છે. જે વિદ્યાર્થીઓ ૧૦માં ધોરણમાં આવવાના છે તેઓએ ગભરાવવાની જરૂ‚ર નથી.

સ્કૂલમાં બીજો ક્રમ મેળવી ગૌરવ વધાર્યું: ધૃતિ પરમાર

5 28અબતક સાથેની વાતચીત દરમિયાન શુભમ સ્કૂલના વિદ્યાર્થી પરમાર ધૃતીએ જણાવ્યું કે તેનું આજનું રિઝલ્ટ ૯૯.૩૯ પીઆર આવેલ છે અને તે સ્કૂલમાં બીજા ક્રમે આવેલ છે. હું ઘરે અને સ્કૂલ બંનેની થઈને ૧૫ થી ૧૭ કલાક મહેનત કરવી સ્કૂલ તરફથી પણ અમને ખુબ જ સપોર્ટ આપવામાં આવ્યો છે. ગણિતના પેપરમાં મારે ૯૬ માર્કસ આવેલ છે અને મને તે પેપર સાવ સરળ લાગ્યું હતું. આગળ ધો.૧૧માં સાયન્સ લાઈન લઈને એ ગ્રુપ લેવા માંગુ છું. અત્યારે ખુબ જ રોમાંચિત ફીલ થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.