Abtak Media Google News

ધોરણ-૧૦ નું પરીણામ જાહેર થયું છે રાજકોટની પંચશીલ સ્કુલ ૯૭.૩૨ ટકા સાથે અવ્વલ આવીછે. પંચશીલ સ્કુલના પાંચ વિઘાર્થીઓએ એ-ગ્રેડ મેળવી સ્કુલની શાન વધારીછે.

 

1 93૯૯.૯૩ પીઆર મેળવનાર વાડોદરીયા હર્ષવીએ કહ્યું હતું કે સ્કુલ તરફથી પુરેપુરું ગાઇડન્સ આપવામાં આવ્યું હતું. અમારા માટે પરીક્ષા માટે રાઉન્ડ ગોઠવવામાં આવ્યા હતા. જેથી બોર્ડની એકઝામ દેવાની હિંમત આવી ગઇ હતી. હું ૮ થી ૧૦ કલાક વાંચન કરતી હતી અને મારા ટીચર અને વાલીનો ખુબ જ સારો સપોર્ટ મળ્યો છે.

2 67
૯૯.૭૨ પીઆર મેળવનાર વરલાણી પ્રિયાંશુએ જણાવ્યું હતું કે, ખુબ જ મહેનત કરી હતી અને ટીચરોને અમે ટીચર નથી માનતા અમે મિત્રની જેમ દરેક પ્રોબ્લેમ તેમને કહેતા અને તેઓ અમારો પ્રોબ્લેમ નીકાલ કરાવી દેતા હતા. અમને શિક્ષકોએ શિખડાવવાની ના પાડી નથી. પેરેન્ટસ તરફથી કયારેય પણ ફોસ કરવામાં આવ્યો નથી.

3 57
૯૯.૩૯ પીઆર મેળવનાર પડીયા કુમીએ કહ્યું હતું કે સર તરફથી પર્સનલી સપોર્ટ કરવામાં આવતો હતો અમારા રાઉન્ડમાં સારી એવી તૈયારી કરીને અમે તેમાં બેસ્ટ કરતાં હતા તેથી કોન્ફીડન્ટ આવી ગયો કે બોર્ડમાં સારી પરીક્ષા આપી શકશું. કાઉન્સીલ તરફથી સપોટ મળતો અને ગાઇડલાઇન આપતા કે તમારે નરવસ થવાની જરુર નથી. તમારું બેસ્ટ આપો જે રીતેનો ટેકો સ્કુલ તરફથી અમને મળ્યો છે.

4 43પંચશીલ સ્કુલના ટ્રસ્ટી ડી.કે. વાડોદરીયાએ કહ્યુંહતું કે શિક્ષણ જગતમાં આજે ઉત્સાહનો માહોલ છે કારણ કે ધો.૧૦ નું બોર્ડનું પરીણામ જાહેર થયું છે. એકંદરે પરીણામ સારું આવ્યું છે. પંચશીલ સ્કુલના વિઘાર્થીઓ સારી મહેનત કરીને ૯૭.૩૨ ટકા પરિણામ લાવ્યા છે. જેમાં પ વિઘાર્થીઓ એ-ગ્રેડ ખાસ કરીને વાડોદરીયા ૯૯.૯૩ પીઆર સાથે ર્સ્કુલ ફર્સ્ટ છે. તેમને ખુબ ખુબ અભિનંદન અન્ય વિઘાર્થીઓ અને તેમના પરીવારજનોને સારા રીર્ઝટ આવવા બદલ ખુબ ખુબ અભિનંદન દરેક વાલીઓને વંદન સાથે વિનંતી કે જે પરિણામ આવ્યું તેનો સ્વીકાર કરજો. અને ઘરમાં ઉત્સાહનો માહોલ બનાવીને રાખજો. અન્ય વિઘાર્થીઓ સાથે કમ્પેરીજન ન કરતા. કેમ કે તે બાળક તમારું છે બીજાનું નહી ભવિષ્યમાં સારા પરિણામ આવે તે રીતે તેમને પ્રોત્સાહીત આપજો. બધા વિઘાર્થીઓને ખુબ ખુબ અભિનંદન

5 30વાડોદરીયા ચેતન (વાલી) એ કહ્યું હતું કે મારી છોકરીનો ફસ્ટ રેન્ક આવ્યો છે. જે ખુબ જ ખુશીની વાત છે. સ્કુલ તરફથી પુરો સપોટ આપવામાં આવ્યો છે. મારી દીકરીની મહેનત ખુબ જ હતી તે રાત્રે ખુબ જ મોડે સુધી વાંચન કરતી હતી. મેં કયારેય તેને ફોર્સ કર્યો નથી. છતાં તેને શોખ હતો અને તે ખુબ જ વાંચન કરતી હતી મેં પુરો સપોટ કર્યો છે. આગાળ જ બનવું હોય તો તેના માટે મારા તરફથી તેને છુટ આપવામાં આવી છે.

6 23પ્યારેલાલ વરલાણી (પિતા) જણાવ્યું હતું કે મારા દિકરાને એ-૧ ગ્રેડ આપ્યો છે. સ્કુલ અને શિક્ષકો તરફથી ૧૦૦ ટકા સપોટ હતો. અને તેને સારુ માર્ગદર્શન મળ્યું છે. તેની ઇચ્છા સાયન્સમાં એન્જીનરીંગ બનવાની ઇચ્છા છે. તેમાં મારો પુરેપુરો સપોર્ટ છે.

7 21હીના પડીયા (મમ્મી) એ જણાવ્યું હતું કે, મારી દીકરીને ૯૯.૩૪ પીઆર આવ્યા છે. અમને ખુર જ ખુશી થાય છે કે મારી દીકરીને આટલું સારુ રીઝલ્ટ આવ્યું અને પંચશીલ સ્કુલ તરફથી ખુબ જ સપોટ હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.