Abtak Media Google News

સાપઘરમાં પ્રવેશદ્વાર અને ટીકીટ બારી પાસેનું સર્કલ ડેવલોપ કરવા રૂ ૨૩.૮૧ લાખનો ખર્ચ મંજુર

મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક જીયોલીજીકલ પાર્ક ખાતે સાપઘરમાં કુદરતી આકર્ષક પ્રવેશદ્વાર તથા ટીકીટ બારી પાસે આવેલા સર્કલને ડેવલોપ કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ .૨૩.૮૧ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. સાપઘર માટે સહેલાણીઓમાં આકર્ષકનું કેન્દ્ર બને તે માટે અંદાજીત ૧૬ ફુટ પહોળાઈ અને ૨૦ ફુટ ઉંચાઈનો એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે તેની એન્ટ્રી સાપના મુખ જેવી રાખવામાં આવશે. આ ઉપરાંત ટીકીટબારી પાસે આકર્ષક સર્કલ ડેવલોપ કરવામાં આવશે. જેમાં કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં નીગ વિમાન પાસે આવેલા ટ્રાફિક આયલેન્ડમાં શહેરના લોકોને ઝુની અનુભવી થાય તે ધ્યાનમાં લઈ આકર્ષક ફલેમીંગો મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.