Abtak Media Google News

ચેરમેન તરીકે અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૩૭ દરખાસ્તોને બહાલી: રૂ.૩.૯૫ કરોડના વિકાસ કામો મંજુર

રાજકોટ મહાનગરપાલિકાની આજે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૩૭ દરખાસ્તોને મંજુરીની મહોર મારી ‚ા.૩.૯૫ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. ડ્રેનેજ ફરિયાદ નિકાલના કોન્ટ્રાકટમાં તગડી ઓનની લ્હાણી કરવાની વણલખી પરંપરા યથાવત રહેવા પામી છે. શહેરના વોર્ડ નં.૧૭માં ડ્રેનેજની ફરિયાદનો નિકાલ કરવાના કોન્ટ્રાકટમાં ૯૦ ટકા સુધીની તગડી ઓન આપવામાં આવી છે.

આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ત્રણ વોર્ડમાં ડ્રેનેજની ફરિયાદનો નિકાલ કરવાના કોન્ટ્રાકટમાં ઓન ચુકવવામાં આવી છે. વોર્ડ નં.૧૫માં પ્રાઈવેટાઈઝેશનથી ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનો કોન્ટ્રાકટ ૯૦ ટકા ઓનથી મોરલી ક્ધટ્રકશન નામની એજન્સીને આપવામાં આવ્યો છે. તગડી ઓન ચુકવવા પાછળ ચેરમેન પુષ્કરભાઈ પટેલે એવું કારણ રજુ કર્યું છે કે આ વોર્ડમાં ડ્રેનેજ કામ માટે કોઈ તૈયાર થતું નથી. અગાઉ પણ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.૧૭માં ડ્રેનેજ ફરિયાદ નિકાલ કોન્ટ્રાકટ ૧૦ ટકા ઓનથી અરમાન ક્ધટ્રકશન જયારે વોર્ડ નં.૧૪માં ડ્રેનેજ ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ ૫ ટકા ઓનથી ઈમરાન ક્ધટ્રકશનને આપવામાં આવ્યો છે.

ડ્રેનેજ ફરિયાદ નિકાલનો ત્રણ વોર્ડના કોન્ટ્રાકટ આપવા માટે આજે ૬૩ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૩૭ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જેમાં શહેરમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવા રૂ .૧.૩૧ કરોડ, સ્લેબ કલ્વર્ટ ક્લિવ-વે માટે રૂ.૧૧.૫૪ લાખ, વોર્ડ નં.૧૨માં નંદનવન મેઈન રોડ પરથી ગ્રામજન ગૌશાળાના વોંકળા સુધી સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવા રૂ.૩૭.૪૭ લાખ, વોર્ડ નં.૧માં નવા ગાર્બેજ સ્ટેશનવાળા ૨૪ મીટરના ડીપી રોડ પર સ્ટોમ વોટર ડ્રેનેજ નાખવા માટે  રૂ.૩૧.૪૬ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

ચેરમેન તરીકે પોતાના અઢી વર્ષના કાર્યકાળમાં આજે અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પુષ્કરભાઈ પટેલે તમામ ૩૭ દરખાસ્તોને બહાલી આપી  રૂ.૩.૯૫ લાખના વિકાસ કામોને લીલીઝંડી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.