Abtak Media Google News

હેલ્થ કલબ, સ્વિમિંગ પુલ, સ્ટીમરૂમ, જોગીંગ ટ્રેક અને સ્પોર્ટસ કલબ સહિતની સુવિધાઓથી સજ્જ ‘જવેલ્સ’ પ્રોજેકટનું લોન્ચીંગ

દુબઈમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા અથવા મુડી રોકાણ કરવા ઈચ્છુકો માટે ડેન્યુબ પ્રોપર્ટીના નવા પ્રોજેકટ જવેલ્સનું જાજરમાન લોન્ચીંગ થયું છે. આ પ્રોજેકટમાં હેલ્થ કલબ, સ્વીમીંગપુલ, સ્ટીમ રૂમ, જોગીંગ ટ્રેક અને સ્પોર્ટસ કલબ સહિતની સુવિધાઓ મળશે. ફકત ૨,૯૦,૦૦૦ દિરહાન એટલે અંદાજીત રૂ.૫૩.૭૭ લાખમાં દુબઈમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે.Atif Rahman

પ્રોજેકટના ચેરમેન રિઝવાન સાજનએ જણાવ્યું કે, આ સંપૂર્ણ રીતે વિકસિત પ્રોજેકટ છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ, સ્વીમીંગ પુલથી લઈને સામાન્ય સગવડોને ધ્યાનમાં લઈ ડેન્યુબ પ્રોપટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલો, સુપરમાર્કેટ જેવી તમામ જરૂરીયાત પ્રમાણેની માર્કેટ પણ બનાવવામાં આવી છે. પ્રોજેકટમાં ૪૬૩ રેસીડેન્ટ યુનિટ, સ્ટુડીયો, ૨ બેડરૂમ એપાર્ટમેન્ટ, હેલ્થ કલબ, સ્વીમીંગ પુલ, સ્ટીમ રૂમ, જોગીંગ ટ્રેક, સ્પોર્ટસ કલબ જેવી સુવિધાઓ આપવામાં આવશે. ડેન્યુબ પ્રોપર્ટી કુલ રોકાણનું ૧૫ ટકા રિટર્ન આપે છે.

ડેન્યુબ યુએઈની જાણીતી પ્રોપટી ડેવલોપમેન્ટ બ્રાન્ડ છે. અમે અન્ય કરતા વધુ સમય પાયાના બાંધકામ માટે લીધો છે. જવેલ્સના લોન્ચીંગ પર હું વિશ્ર્વાસથી કહી શકું કે આ પ્રોજેકટ સફળ જશે. જોકે અત્યારે જ ડેન્યુબ પ્રોજેકટની મુલાકાત લેશો તો ૯૦ ટકા જેટલું કામ તૈયાર જ છે. અમે નવા માર્કેટીંગ સાથે ૧૫ ટકા વળતરની યોજના સાથે આવી રહ્યા છીએ.

અમારા અધિકતર ખરીદદારો નોકરીયાત છે માટે અમારો પેમેન્ટ પ્લાન અને સુવિધા પણ તેમની સગવડોને ધ્યાનમાં લઈ રાખવામાં આવી હતી માટે તેઓ પેમેન્ટ પણ સરળતાથી કરી શકે છે.1 87

જો તમે લાંબા સમય સુધી દુબઈ રહેવા માંગતા હોય તો તમારે આટલા ભાડા ભરવાની જરૂર નથી. શંધાઈની કિંમતો ૩ ગણી વધી હતી. અમારી પ્રોપર્ટી પણ તમને ભવિષ્યમાં ફાયદા અપાવશે, અમને દુબઈની જમીન, મકાનો, કિંમતો ખ્યાલ છે જો તમે જશો તો તમને ચોકકસથી મોઘું પડશે ત્યારે ડેન્યુબ તમારી પાસે આકર્ષક ઓફર લઈને આવ્યું છે.

ગત વર્ષોમાં ડેન્યુબની ઉતરોતર પ્રગતી થઈ છે. અમને આશા છે કે ૨૦૧૮માં પણ ડેન્યુબ સફળ જશે. અમારી પ્રગતીનું કારણ સારા માણસો છે. તમે અમારી ઓફિસમાં આવશો બધા તમને હસતા જ જોવા મળશે. કારણકે અમે વર્ક ડિલીવર કરવામાં માની છીએ. આ પ્રોજેકટની સફળતા બાદ મારા બિલ્ડીંગ મટીરીયલ વિભાગના તમામ સ્ટાફ મિત્રો સિંગાપોર જઈ રહ્યા છે. અમે પ્રોજેકટ લોન્ચ કરવામાં ઉતાવળ નથી કરવા માંગતા આજ કારણ છે કે અમે થોડો વધુ સમય લઈએ છીએ. જયાં સુધી જવેલ્સ પ્રોજેકટ વેચાય ન જાય હું બીજી જમીન લેતો નથી.

કારણકે આ રીતે કંપનીને ભાર આવતો નથી. અમે સારામાં સારી કવોલિટી ડાઉનપેમેન્ટ સાથે લાવ્યા છીએ. અમારા ચણતરની ગુણવતામાં તમને કયારેય ફરિયાદ આવે તેવી શકયતા જ નથી. ડેન્યુબ પ્રોપર્ટીના જવેલ્સ પ્રોજેકટના તમામ ઘરો ફુલ ફર્નિશડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.