Abtak Media Google News

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનામાં ગઈરાત્રે અકસ્માતે આગ ભભૂકી હતી. સેલરના ભાગમાં ચલાવાતા આ કારખાનામાં અગ્નિશમન માટે અંદર જવું ફાયરબ્રિગેડ માટે મુશ્કેલ બન્યું હોવા છતાં બે ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

2100316055Matter Photo 1જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા કોમેટ મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગઈકાલે રાત્રે સવા નવેક વાગ્યે ધૂમાડાના ગોટેગોટા નીકળવાનું શરૃ થતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણના પગલે દોડી ગયેલા ફાયરના જવાનો વિનાયક કોલ્ડ સ્ટોરેજ સામે આવેલા આ કારખાના સુધી પહોંચ્યા હતા, પરંતુ આ કારખાનું સેલરમાં આવેલું હોય તેમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું.

આમ, છતાં ફાયરબ્રિગેડે અગ્નિશમનની પૂર્ણ તૈયારીઓ આરંભી બહારના ભાગમાં પાણીનો મારો ચલાવવાનું શરૃ કર્યું હતું. સતત બે ગાડી વડે પાણીનો મારો ચલાવાતા દોઢેક કલાકની જહેમત પછી આગ કાબૂમાં આવી ગઈ હતી.

1 127

ફાયરબ્રિગેડની કામગીરી નિહાળવા માટે સ્થળ પર ટોળું જામ્યું હતું ત્યારે સેલરમાંથી ધૂમાડાના ગોટા વચ્ચે આગ જોવા મળતી ન હોવા છતાં અંદાજ કાઢી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આગના કારણે તે કારખાનામાં પડેલી મશીનરી પૈકીના પચ્ચીસ મશીનો અને ઓફિસનો કેટલોક માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. કારખાનાના માલિક મહિપતભાઈ મોલિયાએ આગ અકસ્માતે લાગી હોવાનું ફાયરબ્રિગેડને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.