Abtak Media Google News

સામુ જોઇને કાતર કેમ મારે છે કહી માથામાં લાકડી મારી હત્યા કરી ફરાર શખ્સની ધરપકડ

ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના ચોક ગામે આજે કાતર મારવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં યુવાનની હત્યા કરી ગામનો જ શખ્સ ફરાર થઇ ગયો હતો જેસર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઇને હવાલાતમાં બંધ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે જાણવા મળતી વિગત મુજબ જેસર તાલુકાના ચોક ગામે રહેતાં શ્રમિક હરેશભાઇ ભુપતભાઇ વાળા (..૨૭) અને ગામના જ રહીશ સુરેશ મનજીભાઇ વાઘેલા વચ્ચે કાતર મારવા બાબતે બોલાચાલી થઇ હતી.

ત્યારબાદ હરેશભાઇ વાળાના ઘરે જઇ આરોપી સુરેશ મનજીભાઇ વાઘેલા નામના શખ્સે લાકડીનો બડીયા વડે હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઇજા પહોચાડી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત હરેશભાઇ વાળાએ જેસર સરકારી દવાખાને ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્ત હરેશભાઇ ભુપતભાઇ વાળાએ જેસર પોલીસ સ્ટેશનમાં આરોપી સુરેશ મનજીભાઇ વાઘેલા વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૪ સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જે ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઇને લોકઅપમાં ધકેલી દીધો હતો.

દરમિયાનમાં ઇજાગ્રસ્ત હરેશભાઇને વધુ સારવાર અર્થે પાલીતાણા ખાતેથી ખાનગી હોસ્પિટલ રીફર કરાયા બાદ તેમને પાલીતાણા ખાતેની સર માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસ તેને મૃત જાહેર કર્યા હતા. જયાં મૃતકની લાશનું પીએમ કરવામાં આવ્યું હતું જાણવા મળ્યા મુજબ ઇજાગ્રસ્ત હરેશભાઇને જેસરથી પાલીતાણા ખસેડવા દરમિયાન અધવચાળે રસ્તામાં જ તેમનું મૃત્યુ નીપજયું હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.