Abtak Media Google News

મૂળી તાલુકાના સરાગામે તા.૧૬મી જુલાઈ ના રોજથી સરા પી એચ સી ના તબીબ ડો. જીગ્નેશ વણોલ .જે.ડી.રાવલ સહીત પી એચ સી સ્ટાફ દ્રારા સરા ગ્રા.પં ના ઉપ.સરપંચ દિપાબેનના વરદહસ્તે દિપ પ્રાગટય કરી મા.અને ઉ.મા શાળા ખાતેથી મિસલ્સ રુબેલા રસી મહાઅભિયાનનો શુભ પ્રારંભ કરાવેલ હતો. વેકસીન કવોલિફાઇડ તાલીમ પામેલા અને અનુભવી રસીકરણ કરતા એ એન એમ ની નર્સબહેનો દ્રારા ક્ધયાશાળા આરુણી સંકુલ શાળા અને મા.અને ઉ.મા શાળાસરા ના ૯ વર્ષથી ૧૫ વર્ષના ૮૮૪ જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે રસી આપી સુરક્ષાકવચ પુરુ પાડેલ હતુ .પંદર દિવસમા સરા પી એચ સી હેઠળ આવતા ૧૩ જેટલા ગ્રામ્ય વિસ્તારોમા પણ મિસલ્સ-રુબેલા રસીકરણ કાર્યક્રમ આપવામા આવશે .દરેક શાળાના શિક્ષકસ્ટાફે પણ કાર્યક્રમ સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.