Abtak Media Google News

પ્રજાને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોનું તોફાની નિશાળીયા જેવું પ્રદર્શન: સામ-સામે આક્ષેપબાજી સો સભાગૃહમાં બેનરો ફરકાવ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં રાબેતા મુજબ પ્રજાને સીધી અસર કરતા પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ તોફાની નિશાળીયા જેવું પ્રદર્શન કર્યું હતું. પરિણામે બોર્ડના ૧ કલાકના પ્રશ્ર્નોતરીકાળમાં ૨૧ કોર્પોરેટરના ૪૫ પ્રશ્ર્નો પૈકી માત્ર ૧ કોર્પોરેટરના ૨ પ્રશ્ર્નો અંગે ચર્ચા ઈ હતી. જેમાં પણ બન્ને પક્ષના નગરસેવકોએ સામ-સામે આક્ષેપબાજી સો સભાગૃહમાં બેનરો ફરકાવ્યા હતા. બોર્ડમાં પુરવણી સહિત રજૂ કરવામાં આવેલી ૧૯ દરખાસ્તો પૈકી ૧૮ને બહાલી આપવામાં આવી હતી.

જનરલ બોર્ડના આરંભ સો કોંગી કોર્પોરેટરોએ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર ચિરાગ પંડયા પર આક્ષેપ લગાવ્યો હતો કે, ચિરાગ પંડયા કોંગી કોર્પોરેટરોએ સુચવેલા કામો કરતા ની જેના કારણે તેઓની ગ્રાન્ટ લેબ્સ જાય છે. વારંવાર કોંગી કોર્પોરેટરો મેયરની વેલ સુધી ધસી જતા હતા. જનરલ બોર્ડની પ્રશ્ર્નોતરીકાળના ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૨૦ પ્રશ્ર્નો જયારે કોંગ્રેસના ૧૧ કોર્પોરેટરોએ ૨૫ પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. ૧ કલાકના પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપના કોર્પોરેટર દલસુખભાઈ જાગાણીના જેએનએનયુઆરએમ અને આરોગ્ય લક્ષી પ્રશ્ર્નની ચર્ચા ઈ શકી હતી. જેમાં પણ પેટા પ્રશ્ર્નો મુકવા મામલે બન્ને પક્ષના નગરસેવકો વચ્ચે બોર્ડમાં અનેકવાર ઉગ્ર ચર્ચા ઈ હતી. એક તબકકે બન્ને પક્ષના કોર્પોરેટરો રીતસર સામ-સામા આવી ગયા હતા.

કોંગી કોર્પોરેટરોએ પાણી અંગે ભારે હોબાળો મચાવ્યો હતો. પીપીપી આવાસ યોજના વાસ્તવમાં ભ્રષ્ટાચારનું મોટું ઘર હોવાના આક્ષેપ સો કોંગી કોર્પોરેટરોએ સભાગૃહમાં બેનરો ફરકાવ્યા હતા. તો સામા પક્ષે ભાજપના કોર્પોરેટરોએ પણ કોંગી ધારાસભ્યનું પીપીપી આવાસ યોજનામાં સેટીંગ સોના બેનરો ફરકાવતા મામલો ભારે ગરમા-ગરમી સુધી પહોંચી ગયો હતો.

આજે જનરલ બોર્ડમાં ૧૭ નિયમીત દરખાસ્ત ઉપરાંત ૨ પુરવણી દરખાસ્ત મુકવામાં આવી હતી. જે પૈકી કોંગી કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની દરખાસ્ત કે જેમાં કોર્પોરેશનની વિજીલન્સ વિભાગની દિવાલ પર બાબાસાહેબ આંબેડકરનું આરસીસીી બનાવેલું એમ્બોસ ચિત્ર મુકવાની દરખાસ્ત બહુમતિી નામંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ આંબેડકરજીનું તૈલી ચિત્ર મુકવાની ભાજપના કોર્પોરેટર અને શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. આજે કોર્પોરેશન કચેરી રીતસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.