Abtak Media Google News

સ્ત્રી પુરુષના સંબંધો નાજુક દોર જેવા હોય છે. જો તેમાં થોડી પણ ખેચતાણ આવે છે તો એ સંબંધોને તૂટતાં વાર નથી લાગતી, તેવા સમયે સ્ત્રી તો અનેક પ્રકારે સમાધાન કરી લેતી હોય છે જે એક ભારતીય સ્ત્રીની ખાસિયત છે. પરંતુ પુરુષ પ્રધાન દેશ અને તે  પ્રકારના ઉછેરને કારણે પુરુષ થોડો હાથી હોય છે. પરંતુ જો સ્ત્રીનું દિલ જીતી તેના દિલમાં રાજ કરવું હોય તો પુરુષમાં આ પ્રકારની ખાસિયતો હોવી જરૂરી છે એ માત્ર સ્ત્રીના દિલ જીતવામાં જ નહીં પરંતુ કદાચ દરેકના દિલ પર રાજ કરવા માટે સક્ષમ છે.

સ્ત્રીને માન આપો…

            જે વ્યક્તિ તેના જીવનમાં સ્ત્રીને સમ્માન અને સમાન દરજજો આપે છે તેવા પુરુષનું દિલ સાફ હોય છે અને એટલે જ તેને સ્ત્રી મિત્રોની કોઈ કમી નથી હોતી.

તટષ્ઠ વિચાર…

            મોટાભાગના પુરુષોમાં જોવા મળતી સામાન્ય બાબત એ છે કે તે કી પણ નિર્ણય દરેક બાબતથી વિચર કરીને નથી લેતો અને ત્વરિત નિર્ણય આપે છે. જેમાં ક્યારેક ભૂલ પણ કરી બેસે છે. તેવા સમયે જો પુરુષ કોઈ પણ બાબત અંગે કઈ પણ નિર્ણય લીતે પહેલા વિચાર કરેટો હોય અને તટષ્ઠ જવાબ આપે તો તે તેની એક મહત્વની ખાસિયત છે.

દરેક સંબંધને મહત્વ આપે…

            સારા પુરુષની એ ખાસિયત હોય છે કે તેના માટે દરેક સંબંદ એટલો જ મહત્વનો હોય છે એ પછી પરિવાર હોય કે મિત્રો હોય કે પછી અન્ય કોઈ સંબંધ. દરેક માટેની જવાબદારી અને સમય બંનેનું બેલેન્સ રાખતો હોય છે.

સત્યની સાથ આપે…

            કોઈ પણ યુવતી પટાવવા યુવકો ખોટું બોલવાનો સહારો લ્યે છે, એવું જ સ્ત્રી સાથે તેનો સાથી પણ કરતો હોય છે જેની ખરાબ અસર તેના સંબંધો પર અવાર નવાર પડતી હોય છે તેવા સમયે જો પુરુષ સાથી સ્ત્રી સામે ક્યારેય ખોટું ન બોલે અને હમેશા સત્યનો સાથ આપે એવો પુરુષ સ્ત્રીના દિલ પર હમેશા રાજ કરતો હોય છે.

સહનશીલ…

            હમેશા એવું કહેવાયું છે કે સ્ત્રી એ સહનશીલતાની મુર્તિ છે. પણ હવે સમય બદલાયો છે જ્યાં સ્ત્રી પુરુષ એક સમાન તેવી વ્યાખ્યા બની છે. તો માત્ર સ્ત્રી જ સહનશીલતાની મુર્તિ બની રહે તેવું નથી સ્ત્રી પણ તેના સાથી પાસે એવી અપેક્ષા રાખતી હોય છે કે તે પણ સમજદાર હોય અને તેને સમજે. અને જો પુરુષ સ્ત્રીને સમજવા અને કોઈ પણ વાતના અતિરેક સમયે એ બાબતને સહન કરવા સક્ષમ હોય તે પુશની એક ખાસિયત જ છે અને સ્ત્રીને વધુ આકર્ષિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.