Abtak Media Google News

લાઇફસ્ટાઇલ અને તણાવને કારણે લોકો ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. પરંતુ શું પાળેલા ડોગને પણ ડિપ્રેશન આવે છે? નવરંગ ગુપ્તા નામના વેપારી દિલ્હીથી અમદાવાદ શીફટ થાય છે પણ તેને ખ્યાલ નથી આવતો કે તેનો ૭ વર્ષિય ચાર્લીમાં (લેબ્રાડોર) પરિવર્તન જોવા મળ્યું છે. ચાર્લીને તમામ વસ્તુઓ, એકટીવીટીમાંથી જાણે રસ જ ઉડી ગયો હોય તેની ખાવાની, ચાલવાની, સ્વભાવની આદતો જાણે એકાએક બદલી રહી હતી.

Dog Bowl Tn

લાંબા સમય પછી ખ્યાલ આવ્યો કે ચાર્લી પણ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. માણસની જેમ કુતરામાં પણ ડિપ્રેશનને કારણે ખાવાની આદતોમાં ફેરફારો આવે છે. તેઓ ઓછું જમશે અથવા મુડ પ્રમાણે વરતે છે. તેથી તેનો વજન સાવ ઘટી જાય અવા ખુબજ વધી જાય છે.Dogboardingડિપ્રેશનનો ભોગ બનેલા ડોગ સામાન્ય સમય કરતા વધુ ઉંઘ કરવા લાગે છે. ઘણાં લોકો એવું માનવા લાગે છે કે તેનો ડોગ સુસ્ત છે માટે તેને શારીરિક ગતિવિધિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે. પણ બની શકે છે કે તમારો ડોગ લેઝી નહી પણ ડિપ્રેશનમાં હોય. ડોગ ખુબજ સોશિયલ હોય છે.

જો તમે તેને બહાર વોક અથવા રાઇડ માટે લઇ જાવ તો તેઓ રમુજમાં આવી જાય છે. જો તમારો ડોગ લોકોથી છુવાપા લાગે તો આ એક સારો સંકેત નથી. જો આમાથી કોઇપણ લક્ષણો તમને તમારા ડોગમાં દર્શાય તો એકસપર્ટ એડવાઇસ ચોક્કસથી લેવી જોઇએ. આવા સંજોગોમાં તમારા પેટ માટે વધુ પ્રેમાળ બનો અને તેની સાથે સમય પસાર કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.