Abtak Media Google News

દેશના ૨૪ શહેરોમાં ઓડિશનનો પોરબંદરથી પ્રારંભ

૨૨મીએ રાજકોટમાં મેગા ફાઈનલ

ડાન્સરોને કળા ઝળકાવવાની અમુલ્ય તક

કેપ્ચર ઇવેન્ટ દ્વારા પ્રેઝન્ટ ઈન્ડિયા ડાન્સ વોર-૨૦૧૮ માટેના ઓડિશનનો આજી પોરબંદર ખાતેથી પ્રારંભ થઈ રહ્યો છે. ડાન્સ કોમ્પીટીશનનો ફાઈનલ ૨૨ સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાશે.

ઈન્ડિયા ડાન્સ વોર ૨૦૧૮ માટે દેશના વિવિધ ૨૪ શહેરોમાં ઓડિશનનો પ્રારંભ થઈ ચૂકયો છે. ગુજરાતના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, જામનગર, વેરાવળ સહિતના શહેરોમાં ઓડિશન થશે. આ કોમ્પીટીશન સોલો, ડયુએટ અને ગ્રુપ એમ ત્રણ કેટેગરીમાં થશે.

આજે તા.૧૭ના રોજ પોરબંદર ખાતે જયારે આવતી કાલે ૧૮ના રોજ જૂનાગઢ તેમજ જેતપુર ખાતે અને તા.૧૯ના રોજ અમરેલી અને સુરેન્દ્રનગર ખાતે ઓડિશન લેવાશે.2 49ઓડિશનમાં જજ તરીકે ડી.કે.ડી. શિવા તેમજ સેમી ફાઈનલ જજ તરીકે સુરજ જાધવ અને ફાઈનલના જજ તરીકે બિર રાધા શેરપા હાજરી આપશે. ફાઈનલમાં ૭૦ થી વધુ સ્પર્ધકો વચ્ચે જંગ થશે. આ પ્રકારનો શો ગુજરાતમાં સૌપ્રમ વખત યોજાઈ રહ્યો છે. શો માટે તૈયારીઓને આખરી ઓપ પ્રદિપ ભાંભલાની અને વિજય સિંધવ આપી રહ્યાં છે. આ સાથે ડાન્સ ક્ષેત્રે સૌરાષ્ટ્રને રાષ્ટ્રીય ઝલક પર લાવનાર જહોન રે પણ આયોજન માટે કાર્યશીલ છે.

ઓડિશનના  સ્થળ

સમય
પોરબંદર૧૭ ઓગષ્ટ
જૂનાગઢ૧૮ ઓગષ્ટ
જેતપુર૧૮ ઓગષ્ટ
અમરેલી૧૯ ઓગષ્ટ
સુરેન્દ્રનગર૧૯ ઓગષ્ટ
નાગપુર૨૧ ઓગષ્ટ
મુંબઈ૨૨ ઓગષ્ટ
પુના૨૩ ઓગષ્ટ
બેંગ્લુરુ૨૫ ઓગષ્ટ
ભોપાલ૨૭ ઓગષ્ટ
જયપુર૨૯ ઓગષ્ટ
દિલ્હી૩૦ ઓગષ્ટ
હિસ્સાર૩૧ ઓગષ્ટ
ચંદીગઢ૧ સપ્ટેમ્બર
લખનૌ૨ સપ્ટેમ્બર
કલકત્તા૪ સપ્ટેમ્બર
સુરત૮ સપ્ટેમ્બર
વડોદરા૮ સપ્ટેમ્બર
અમદાવાદ૯ સપ્ટેમ્બર
નડિયાદ૯ સપ્ટેમ્બર
વેરાવળ૧૪ સપ્ટેમ્બર
મોરબી૧૫ સપ્ટેમ્બર
જામનગર૧૫ સપ્ટેમ્બર
રાજકોટ

૧૬ સપ્ટેમ્બર

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.