Abtak Media Google News

રાજકોટ ડેરીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી: બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક કરી અને ડેરી વિશેની માહિતી મેળવી

સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આજે સવારે રાજકોટ ડેરીની મુલાકાત લીધી હતી. તેમની સો નેપાળનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયું હતું. આ પ્રતિનિધિ મંડળે રાજકોટ ડેરીના વિવિધ વિભાગોની મુલાકાત લઇ પ્રવૃત્તિઓ નિહાળી હતી.

Dsc 2468રાજકોટ ડેરીના વિવિધ વિભાગો જેવા કે બલ્ક મિલ્ક કલેકશન વિભાગ, લિક્વિડ મિલ્ક પ્લાન્ટ, બટર મિલ્ક પ્લાન્ટ, ઘી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે ડેરીમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે ? તેની જાત માહિતી મેળવી હતી. ગ્રામ્ય કક્ષાએી દૂધ એકત્રીકરણી માંડી, ચિલિંગ, ટ્રાન્સપોર્ટેશન, પેમેન્ટ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની માહિતી પ્રાપ્ત કરી હતી.

ભંડારીએ બાદમાં રાજકોટના નવા બિલ્ડિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર સો બેઠક કરી હતી. આ બેઠકમાં પશુપાલન પ્રોત્સાહન અને સંવર્ધન માટે રાજકોટ ડેરીની વિવિધ યોજનાની માહિતી ઉપરાંત વધુ દૂધ ભરનાર પશુપાલકને ઇન્સેન્ટિવ કેવી રીતે આપવામાં આવે છે, તેની જાણકારી મેળવી હતી. આ બેઠક દરમિયાન ડેરીના એમ. ડી.  સિંગ દ્વારા એક નાનુ પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. એમાં ડેરીની પ્રવૃત્તિઓની પ્રસ્તુતી કરવામાં આવી હતી.

નેપાળના રાષ્ટ્રપતિએ બાદમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સો સમુહ તસવીર ખેંચાવી મુલાકાતી પોીમાં નોંધ પણ કરી હતી.

તેમનું આગમન યું ત્યારે રાસમંડળી દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. પશુપાલન પ્રવૃત્તિ કરતી મહિલાઓ પણ ભંડારીના સ્વાગતમાં જોડાઇ હતી.

આ મુલાકાત બાદ નેપાળનું પ્રતિનિધિ મંડળ ભૂવનેશ્વર જવા માટે રવાના યું હતું. રાજકોટ એરપોર્ટ ઉપર ગૃહ રાજ્ય મંત્રી  પ્રદીપસિંહ જાડેજા તા પ્રભારી સચિવ  હારિત શુક્લા દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.

રાજકોટ ડેરીની મુલાકાત વેળાએ ડેરીના ચેરમેન  ગોવિંદભાઇ રાણપરિયા,  દેવેન્દ્રભાઇ દેસાઇ, પોલીસ કમિશનર  અનુપમસિંગ ગેહલોત, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા રજીસ્ટ્રાર સંગીતા રૈયાણી ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.