Abtak Media Google News

સાત શખ્સોએ ખુરશી સાથે દોરડાથી બાંધી ગોંધી રાખ્યો

જેતપુરના પટેલ યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે સાત શખ્સોએ અપહરણ કરી જેતપુર તાલુકાના પેઢલા ગામે ખુરશી સાથે દોરડાથી બાંધી ગોંધી રાખ્યો અને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના અને જેતપુરના જાગૃતિ હરિદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ માવજીભાઈ વેકરીયા નામના ૨૮ વર્ષના પટેલ યુવાનને જેતપુર તાલુકાના પેઢલા ગામના પ્રવિણ ખૂંટ, અરજણ ખૂંટ, પ્રવિણનો પુત્ર, જેન્તીના બે પુત્રો અને ટીનો વાણંદ નામના શખ્સોએ અપહરણ કરી પ્રવિણભાઈ ખૂંટની વાડીએ લઈ જઈ ખુરશી સાથે દોરડાથી બાંધી ગોંધી રાખ્યો અને માર માર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પેઢલા ગામના અરજણભાઈ ખૂંટની દિકરીને અજાણ્યા શખ્સો ભગાડી ગયા હોવાના કારણે સુરેશભાઈ વેકરીયાનું અપહરણ કરી માર માર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. જેતપુર તાલુકા પીએસઆઈ જાડેજાએ સુરેશભાઈ વેકરીયાની ફરિયાદ પરથી જયંતી ખૂંટ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.